શોધખોળ કરો

Gandhinagar: આખરે AAPના ધારાસભ્ય ભુપત ભાયાણીએ કર્યો ખુલાસો, ...તો હું બીજેપીમાં જોડાઈશ

ગાંધીનગર:  ગઈકાલે ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થવાની છે. જોકે આ બધાની વચ્ચે એક સમાચારના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભુપત ભાયાણીએ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા હર્ષદ રિબડીયાને હરાવ્યા હતા. 

ગાંધીનગર:  ગઈકાલે ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થવાની છે. જોકે આ બધાની વચ્ચે એક સમાચારના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આદ આદમી પાર્ટીના ઉમેદવાર અને વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી બીજેપીમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીમાં ભુપત ભાયાણીએ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા હર્ષદ રિબડીયાને 7 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. 

હવે ભાજપમાં જોડાવાની અફવા અંગે ભુપત ભાયાણીએ એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે. ભુપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે નરો વાં કુંજરવાં જેવો જવાબ આપ્યો છે. ભુપત ભાયાણીની ભાજપમાં જોડાવા અંગે 'જો અને તો 'વાત  સામે આવી છે. તેમણે કહ્યું કે, જો મારા વિસ્તારની જનતા કહેશે તો હું ભાજપમાં જોડાઈશ.

તમણે વધુમાં કહ્યું કે, હું મારા કામથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. મેં કંઈ વિચાર્યું નથી કંઈ નિર્ણય નથી લીધો. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થાય તેવું હું વિચારીશ. મારા સમર્થકો કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે મળીને નિર્ણય લેવાનો છું. મે લોકડાઉનનો ભંગ કર્યો હતો એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતો. હું બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર રહ્યો છું. ભાજપે મને કોઈ ઓફર કરી નથી. મારી જનતાને મળીને હું નિર્ણય લઈશ. મારા મનમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાટીલ પ્રત્યે લાગણી છે.

જાણો કોણ છે ભૂપત ભાયાણી

આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના સમર્થનમાં આવ્યા છે. રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આપને ગુજરાતની જનતાએ નકારી હોવાનું માની ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. અગાઉ ભાજપમાં જ તેઓ હોવાથી નરેન્દ્રભાઇથી પ્રભાવિત છે. ભૂપત ભાયાણી ગાંધીનગર સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ કરશે.

ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીત્યા છે. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી અગાઉ જ આમ આદમી પાર્ટીમા સાફસફાઈ શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપને સમર્થન આપશે. બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી સાથે નાતો તોડીને વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી.. જો કે હવે રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ચાલતી પાર્ટીને સમર્થન આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Embed widget