શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: ACB એ સચિવાલયમાં પાડ્યા દરોડા, કર્મચારી પાસેથી મળ્યા 1 લાખ રોકડા
ગાંધીનગર: ગાંધીનગરમાં એસીબીએ (એન્ટી કરપ્શન બ્યૂરો) સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જૂના અને નવા સચિવાલયમાં એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સાથે સ્વર્ણિમ સંકુલની કચેરીઓમાં પણ એસીબીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સચિવાલય પાસે એક કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. જ્યારે બીજા એક કર્મચારી પાસેથી 34 હજાર રૂપિયા મળી આવ્યાં છે. બંને કર્મચારીઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં આજના દિવસે સતર્કતા જાગૃતિ સપ્તાહ અનુસંધાને એસીબીએ ચાર ટીમો બનાવીને સર્ચ અને વોચ ઓપરેશન હાથ ધર્યુ હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓની ઓફિસ આવેલી છે તેવા સ્વર્ણિમ સંકુલ 1-2માં પણ એસીબીએ સવારથી વોચ રાખી હતી. સ્વર્ણિમના ગેટ પર ખાનગી ડ્રેસમાં એસીબીના માણસો ગીફ્ટ કે કવર લઈ જતા વ્યક્તિની તપાસ કરી રહ્યાં હતા. સરકારી અધિકારીઓ ગીફ્ટના બહાને રોકડ અને સોનાની ભેટ સ્વીકારી રહ્યાં હોવાની બાતમી એસીબીને મળી હતી, જેના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement