શોધખોળ કરો
Advertisement
ગુજરાત પોલીસમાં 10,989 યુવાઓની કરાશે ભરતી, જાણો ક્યારે શરૂ થશે ભરતી પ્રક્રિયા અને ક્યા વિભાગમાં થશે કેટલી ભરતી?
વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની અંદાજ પત્રિય માગણીઓના જવાબમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી
ગાંધીનગર: ગુજરાત સરકાર ચાલુ વર્ષે ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 10,989 નવી જગ્યાઓ પર ભરતી કરશે. વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગની અંદાજ પત્રિય માગણીઓના જવાબમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. આ ભરતીની પ્રક્રિયા એકાદ મહિનામાં જ શરૂ કરાશે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે.
જાડેજાએ જણાવ્યું કે, ગૃહ વિભાગ હેઠળ કાર્યરત વિભાગોમાં 10,989 નવી જગ્યાઓ ભરવામાં આવશે. આ પૈકી પોલીસ વિભાગમાં 10,506 જગ્યા, રાજ્યની જેલ અને વડી કચેરીમાં 260 જગ્યાઓ, ફોરેન્સિક સાયન્સ લેબ માટે 34 જગ્યાઓ, એ.સી.બી. માં 182 જગ્યાઓ ભરાશે.
તેમણે જાહેરાત કરી કે, ગૃહ વિભાગ હેઠળ કાર્યરત કચેરીઓને અદ્યતન ઇમરજન્સી રીસપોન્સ એન્ડ સપોર્ટ સિસ્ટમ વાહનોની ફાળવણી માટે રૂ. 1010.06 કરોડની કરોડની અંદાજપત્રીય જોગવાઇ, જેમાં ERSS પ્રોજેક્ટ અંતર્ગત 310 PCR વાન, ચેતક કમાન્ડો યુનિટ માટે 05 વાહનો સહિત વિવિધ કચેરીઓમાં વાહનો ખરીદી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ મજબૂત બનાવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement