ગાંધીનગર: મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ છે. રાજ્યમાં રામનવમીના દિવસે થયેલ હિંસાની ઘટનાને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ પણ આપવામાં આવશે.
ગાંધીનગર: મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ છે. રાજ્યમાં રામનવમીના દિવસે થયેલ હિંસાની ઘટનાને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ પણ આપવામાં આવશે. જ્યારે રાજ્યમાં ઉનાળામાં પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે, રાજ્યમા નવા બજેટની જોગવાઈ અમલીકરણ તથા તૈયાર થયેલા નવા પ્રોજેક્ટ કામો પર ચર્ચા સંભવ છે. નિતિ વિષયક બાબતો અને નિર્ણયો અંગે પણ થશે ચર્ચા. નોંધનિય છે કે, રામનવમી દરમિયાન થયેલી હિંસક ઘટનાને પગલે રાજ્ય સરકાર કોઈ ઢીલાસ રાખવા માગતી નથી. પીએમ મોદી પણ થોડા દિવસ બાદ ગુજરાત આવી રહ્યા છે તેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વધુ ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસના નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામા
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. AICCના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાના રાજકોટમાં ધામા નાંખ્યા છે. આજથી સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓની લેશે મુલાકાત. રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક શરૂ. રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારોની સાથે બેઠક કરી રહ્યા છે. કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ મુદ્દે પણ વન ટુ વન બેઠક કરશે.
પાટણ: ગઈ કાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાની તાલીમ શિબિર યોજાઈ હતી, તેમાં પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને રાધનપુરના ધારાસભ્યો તેમજ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જગદીશ ઠાકોરે કાર્યકરો સંબંધિત કરતા ભાજપને મોંઘવારી અને પેપર ફૂટવા બાબતે આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો, ઉત્તર ગુજરાતની નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવશે અને 500 રૂપિયામાં ગેસની બોટલ આપીશું.
ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું
પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોંગ્રેસ દ્રારા પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યકરોની તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લાના કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે કાર્યકરો સંબોધન કરતા કયું હતું કે સોશ્યલ મીડિયામાં પક્ષ વિરોધી કોઈ પોસ્ટ કરવામાં આવશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા આવશે, સાથે સાથે તેમણે પાણીની તંગી અગે ભાજપને જવાબદાર માન્યું. સરસ્વતી, બનાસ નદીઓ પર 100 -100 કરોડના ખર્ચે ચેક ડેમ બાંધવા આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકાર આવશે તો રૂ.500 માં ગેસનો બાટલો આપીશું અને ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું.