CBIએ ગાંધીનગરમાં આ IASને ત્યાં દરોડા પાડતા ફફડાટ,જાણો વિગતે
ગાંધીનગર: CBIની ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
CBI Raid: CBIની ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.
લાલુ યાદવના 17 સ્થળો પર CBIના દરોડા, ભ્રષ્ટાચારનો આરોપ
CBI Raids Lalu Yadav: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે, જેઓ હાલમાં જ ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. CBI ભ્રષ્ટાચારના કેસમાં તેમના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈની ટીમ પટનામાં પૂર્વ સીએમ અને લાલુ યાદવની પત્ની રાબડી દેવીના ઘરે પણ પહોંચી ગઈ છે.
આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે તેમણે પોતાના ઘણા પરિચિતોને રેલ્વેમાં નોકરી આપી હતી. તેના બદલામાં તેના પરિવારના સભ્યોને સસ્તા દરે જમીન મળી હતી. સીબીઆઈને શંકા છે કે આ કેસમાં કદાચ જમીન ખરીદવાના બદલામાં પૈસા પણ આપવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર CBIની ટીમ દિલ્હી અને બિહારમાં કુલ 17 સ્થળો પર દરોડા પાડી રહી છે. જો કે સીબીઆઈ દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
લાલુ યાદવ હાલ દિલ્હીમાં છે. તેમની પુત્રી મીસા ભારતી પણ દિલ્હીમાં છે. રાબડી દેવી તેમના નિવાસ સ્થાને છે.
જણાવી દઈએ કે ઘાસચારા કૌભાંડના ડોરાંડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન પછી, તેણે થોડા દિવસો સુધી એમ્સમાં તેની સારવાર કરાવી, ત્યારબાદ તે તેની મોટી પુત્રી મીસા ભારતીના ઘરે છે. જાણવા મળે છે કે સુનાવણી પહેલા જ લાલુને તબિયત બગડવાના કારણે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા.જો કે તે સમયે ઘણો ડ્રામા થયો હતો. તપાસ બાદ એઈમ્સના ડોકટરોએ તેમને રાંચીના રિમ્સમાં સારવાર કરાવવા માટે કહ્યું હતું કે તેઓ નોર્મલ છે, ત્યારબાદ તેઓ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ અચાનક તેમની તબિયત બગડી હતી, જેના પછી તેમને દાખલ કરવામાં આવ્યા હતા.