શોધખોળ કરો

Cinematic Tourism Policy: CM ભૂપેન્દ્ર પટેલે ફિલ્મજગતની હસ્તીઓને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા આપ્યું આમંત્રણ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે. ગુજરાતમાં ફિલ્મ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્ય સરકારે ૨૦૨૨માં રાજ્યની પ્રથમ સિનેમેટિક ટુરીઝમ પોલીસી લોન્ચ કરી છે. આ ઇવેન્ટ દરમિયાન ઉપસ્થિત ફિલ્મજગતના અગ્રણીઓને ગુજરાતની સિનેમેટિક ટુરીઝમ પોલીસીનો લાભ લેવા અને ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે આવવા માટે સીએમએ આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓ, કલા કસબીઓ અને અગ્રણીઓ સમક્ષ ગુજરાતમાં આગામી સમયમાં આયોજિત થનાર ૬૯માં ફિલ્મફેર એવોર્ડની પૂર્વ તૈયારીઓની પ્રિ-ઇવેન્ટમાં સંબોધન કરી રહ્યાં હતાં. આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર ફિલ્મ ફેર એવોર્ડ્સ જેવી આ ઇવેન્ટ્સ રાજ્યની સિનેમેટિક અને ટુરિઝમ કૉમ્યુનિટી માટે ઐતિહાસિક અવસર સાબિત થશે. 

એટલું જ નહિ, આવી ઇવેન્ટ્સના માધ્યમથી રાજ્યમાં ટુરિઝમ અને કલ્ચરનું પ્રમોશન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થશે. તેમણે ગુજરાતમાં ૬૯માં ફિલ્મફેર અવૉર્ડ્સના ભાવિ આયોજન માટે રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને વર્લ્ડ વાઈડ મીડિયા વચ્ચે થયેલા એમઓયુને ગુજરાત માટે સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને ગુજરાતે પ્રવાસનના માધ્યમથી ચરિતાર્થ કરી છે. 

ગુજરાતમાં ટૂરિઝ્મ અને ફિલ્મ શૂટિંગના પ્રોત્સાહન માટે થયેલા અનેક સફળ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ખુશ્બુ ગુજરાત કી, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઔર કુછ દિન તો ગુજારિએ ગુજરાત મેં જેવા કૈંપેઇન આજે પણ દેશવાસીઓના લોકજીભે રમી રહ્યાં છે. આ કારણે જ ગુજરાત ટુરીઝમની સાથે ફિલ્મ શૂટિંગ અને ફિલ્મ પ્રોડક્શન માટે પણ 'મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન' બન્યું છે. 

ગુજરાતમાં અનેક વર્લ્ડ ક્લાસ ટુરીસ્ટ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે જે ફિલ્મોના શૂટિંગ માટેની ઉત્તમ સુવિધાઓ ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે બ્લુ ફ્લેગ દરજ્જો પ્રાપ્ત શિવરાજપુર બીચ, સાપુતારા, ગીરના જંગલો, કચ્છનું રણ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન આકર્ષણોની વિસ્તૃત છણાવટ કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈ રાજ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવે છે ત્યારે તેને સંલગ્ન આખી ઇકોસિસ્ટમ પણ વિકાસ પામે છે. ફિલ્મ બને છે ત્યારે સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે અન્ય ક્ષેત્રોને પણ મોટો લાભ મળે છે તેમજ રોજગારના અવસર ઉભા થાય છે.

ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા અગ્રણીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળો તેમજ શૂટિંગ લાયક આકર્ષક સ્થાનો અંગે જાણવામાં રસ દાખવ્યો હતો. પ્રવાસન સચિવ હરિત શુક્લાએ રાજ્ય સરકારની પ્રવાસન અને ફિલ્મ પ્રોડક્શન અંગેની પ્રોત્સાહક નીતિની વિગતે સમજ આપી હતી. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુ બેરા, ઉદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાશનાથન સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ ફિલ્મ જગત સાથે જોડાયેલા નિર્માતાઓ, કલાકાર કસબીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
Health Tips: આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Embed widget