શોધખોળ કરો

ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ પણ ગાંધીનગર-મોરવા હડફમાં નહીં, ક્યાં  રાજ્યોની SOP પડશે લાગુ ? 

રાજકીય પ્રવૃત્તિઓ પર 30મી એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, આ નિયમમાં ગાંધીનગર અને મોરવા હડફને બાદ રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર અને મોરવા હડફમાં ચૂંટણી છે, અન્ય ચાર રાજ્યોમાં પણ ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આ બંને જગ્યાએ ચૂંટણી માટેની એસઓપી અને ચૂંટણીપંચની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. 

ગાંધીનગરઃ ગુજરાત(Gujarat)માં સતત વધી રહેલા કોરોના કેસના કારણે મંગળવારે ગુજરાત હાઇકોર્ટે (Gujarat HC) રાજ્ય સરકારને 3થી 4 દિવસના લોકડાઉન (Lockdown)નો નિર્દેશ કર્યો હતો. ત્યારબાદથી જ રાજ્યમાં લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે મોડી રાત્રે તમામ અટકળોનો અંત આવ્યો હતો. રૂપાણી સરકાર (Rupani Government) દ્વારા રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ (Night Curfew) લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકીય પ્રવૃત્તિઓ પર 30મી એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, આ નિયમમાં ગાંધીનગર (Gandhinagar) અને મોરવા હડફ (Morva Hadaf)ને બાદ રાખવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર અને મોરવા હડફમાં ચૂંટણી છે, અન્ય ચાર રાજ્યોમાં પણ ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આ બંને જગ્યાએ ચૂંટણી માટેની એસઓપી (Election SOP) અને ચૂંટણીપંચની ગાઇડલાઇન (EC guideline)નું પાલન કરવામાં આવશે. 

રાજ્યની રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણયમાં લોકડાઉન સામેલ નથી. એટલે કે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર આઠ મહાનગર ઉપરાંત આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેંદ્રનગર અને ભરૂચમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.

લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે.  શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે.  અગાઉ રાત્રી કર્ફ્યુ રાજ્યના ચાર મહાનગરોમાં જ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ હવે 30 એપ્રિલ સુધી 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 8:00 થી 06:00 સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ પ્રકારના મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ૩૦ એપ્રિલ સુધી શનિવાર અને રવિવાર તમામ સરકારી ઓફિસોમાં પણ કામ બંધ રહેશે. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 17 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 17348 થઈ છે. 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24  ટકા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident | સુરતમાં કારે 2 બાળકોને કચડ્યા, થયો આબાદ બચાવAhmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
Mobile Number Port: 1 જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે, આવા યુઝર્સ મોબાઇલ નંબર પોર્ટ નહીં કરી શકે
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
સોનામાં તેજીનું વાવાઝોડું આવી રહ્યું છે, જલ્દી એક તોલાનો ભાવ 1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે, આ છે કારણ
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
IND vs SA: કોહલી શતક ફટકારશે, ભારત T20 વર્લ્ડ કપ જીતશે... ફાઇનલ પહેલાં દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Embed widget