એવું તે શું થયું કે, કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર વેલમાં ધસી ગયા
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર આજે વિધાનસભામાં વેલ તરફ ધસી જતા થોડીવાર માટે બધા ચોંકી ગયા હતા. હકિકતનાં વાત એવી હતી કે, કોરોનાકાળમાં પોતાની ગ્રાંટ ક્યાં વાપરવામાં આવી છે તેનો યોગ્ય જવાબ મળ્યો ન હતો.

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર આજે વિધાનસભામાં વેલ તરફ ધસી જતા થોડીવાર માટે બધા ચોંકી ગયા હતા. હકિકતનાં વાત એવી હતી કે, કોરોનાકાળમાં પોતાની ગ્રાંટ ક્યાં વાપરવામાં આવી છે તેનો મંત્રીએ જવાબ ન આપતા ધારાસભ્ય વેલમા ધસી આવ્યા હતા. તો બીજી તરફ મંત્રી રુષીકેશ પટેલે આ અંગે જવાબ આપતા કહ્યું કે તેમની ગ્રાંટ આયોજન વિભાગ અંતર્ગત વાપરવાની હોય છે એ સામાન્ય વહીવટ વિભાગના હવાલે આવે છે.
તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર નો પ્રશ્ન હતો કે મારી દોઢ કરોડની ગ્રાંટ કોરોના સમયે મશીન ફાળવણી માટે આપી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય માહિતી અપાતી નથી. જેને લઈને આજે તેઓ વેલમાં ધસી ગયા હતા. અમરિશ ડેર રાજુલાના ધારાસભ્ય છે. આ પહેલા પણ તેઓ રેલવેની જમીનને લઈને આંદોલન કરતા જોવા મળ્યા હતા.
કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે
રાજકોટઃ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. આગામી દિવસોમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કોળી સંમેલન બોલાવશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન બોલાવશે. સુરેન્દ્રનગર સહિતના કોળી મતદારો વિસ્તારમાં બે દિવસ આગેવાનો સાથે કરશે બેઠક. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરા વચ્ચે ફાંટા પડ્યા બાદ કોળી સંમેલન બોલાવવાની તૈયારી. આગામી ચૂંટણીમાં કોળી સમાજને પ્રભુત્વ મળે અને વધુમાં વધુ ટિકિટો રાજકીય પક્ષો કોળી સમાજને આપે તેવી માંગ કરવામાં આવશે.
દેવજી ફતેપરાએ આ મુદ્દે કહ્યું કે, 30 થી 32 સીટ એવી કે જેમાં અમાર મતદાન મહત્વનું. આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.રાજ્યમાં અમારા સમાજનું મોટું મતદાન. કોળી સમાજ જીતાડી શકે અને હરાવી પણ શકે. 54 સીટો પર અમારું પર પ્રભુત્વ. જેમ મુસ્લિમ સમાજ મતદાન કરે એવી રીતે 80 ટકા મતદાન કરે. રજા રાખીને પણ મતદાન કરી શકે. હજી કોઈ સમાધાન કુંવરજીભાઇ સાથે મારે નથી થયું. મારા સંમેલનમાં કુવરજીભાઈ બાવળિયા નહીં હોય. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા પણ અમારા સંમેલનમાં નહીં હોય.
2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે દરેક જ્ઞાતિ દરેક સમાજના આગેવાનો એકઠા થઈ રહ્યા છે. રાજકારણમાં પોતાનું અસ્તિત્વ તેમજ પોતાના સમાજનું મહત્વ દર્શાવવા દરેક જ્ઞાતિ સમાજ એકઠો થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજરોજ કોળી સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાની બાદબાકી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકારણના નામે સમાજમાં ફૂટ પાડતા લોકોને આ સંમેલનથી દુર રાખવાનો પ્રયાસ સમાજના સંગઠનના હોદ્દેદારોએ કર્યો છે. સમાજના જે શોષિત, વંચિતો, પીડિતો છે તેમને ન્યાય મળે તેવો આગળ આવે આર્થિક સ્થિતિ સુધરે સામાજિક સ્થિતિ સુધરે તે માટે આજરોજ બેઠક મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠકમાં શું નિષ્કર્ષ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
