શોધખોળ કરો
સી.આર. પાટીલની ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી, પહેલી જ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. પેટાચૂંટણીમાં પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને ફાયદો થયો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઇ ગયા છે. તમામ બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. ત્યારે આને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. તેમજ આ સાથે ગુજરાતના રાજકારણમાં તેમની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચૂંટણીમાં પાટીલની વ્યૂહરચના અને ટીમવર્કને કારણે ભાજપને ફાયદો થયો છે. ત્યારે સી.આર. પાટીલે ભાજપની ભવ્ય જીત થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજનું જે ઇલેક્શન હતું, તે પૂરૂ થઈ ગયું છે. હવે 2022નું ઇલેક્શન આવશે, ત્યારે અમારી પાસે પૂરતા ઉમેદવારો છે અને અમે એમના દ્વારા લડીશું. ભાજપની ટિકા કરનારને જવાબ મળ્યો છે. નોંધનીય છે કે, અત્યારે મતગણતરી ચાલું છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો 10 હજાર મતથી આગળ છે.
વધુ વાંચો




















