શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન ગયેલા કોંગ્રેસના MLAsને ગૃહમાં પ્રવેશ કરતાં પહેલા કરવું પડશે આ કામ? જાણો નીતિન પટેલે શું કહ્યું?
રાજ્યની સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખતા આ તમામ સદસ્યોના વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ.
ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. એક તરફ કોંગ્રેસનાના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં સમગ્ર કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે વધુ ધારાસભ્યોને બળવો કરતા રોકવા માટે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને રાજસ્થાનની રિસોર્ટમાં લઈ ગઈ છે.
હાલમાં કોંગ્રેસના 62 જેટલા ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ જયપુરના રિસોર્ટમાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલેના નિવેદન મુજબ વિધાનસભાના અધ્યક્ષ પરવાનગી આપશે તો રાજસ્થાન ગયેલા સદસ્યોની એક કસોટી થશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કરતાં રાજસ્થાનમાં કોરોના વાયરસનો કહેર વધારે છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સદસ્યો રિસોર્ટમાં રોકાયેલા છે. રાજ્યની સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખતા આ તમામ સદસ્યોના વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ. જો વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપશે તો રાજસ્થાન ગયેલા વિધાનસભાના સદસ્યોનાં સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે. જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારું હશે તેને જ ગૃહમાં પ્રવેશ મળે તેવું મારું આરોગ્ય મંત્રી તરીકે મંતવ્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement