શોધખોળ કરો
Advertisement
મોડી રાતે ગુજરાતમાં ભૂંકપના 6 આંચકા અનુભવાયા? જાણો કેટલા વાગે કઈ-કઈ જગ્યાએ આવ્યો ભૂંકપનો આંચકો
રાજ્યમાં મોડી રાત્રે ભૂકંપના 6 આંચકા અનુભવાયા હતાં. જામનગરના લાલપુરમાં ત્રણ અને કચ્છના રાપર અને ખાવડામાં ભૂંકપના ત્રણ આંચકા અનુભવાયા હતાં.
ગાંધીનગર: રાજ્યમાં મોડી રાત્રે ભૂકંપના 6 આંચકા અનુભવાયા હતાં. જામનગરના લાલપુરમાં ત્રણ અને કચ્છના રાપર અને ખાવડામાં ભૂંકપના ત્રણ આંચકા અનુભવાયા હતાં. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળી હતી.
ગુજરાતમાં ભૂંકપના 6 આંચકા અનુભવાયા હતાં. જેને લઈને લોકોમાં ભારે ગભરાટ જોવા મળી હતી. ત્રણ આંચકા સૌરાષ્ટ્રમાં અને ત્રણ આંચકા કચ્છમાં અનુભવાયા હતાં. અલગ-અલગ સમયે ભૂંકપના આંચકા અનુભવાતાં લોકો ઘરની બહાર આવી ગયા હતાં.
ત્રણ આચંકા સૌરાષ્ટ્રમાં અને ત્રણ આંચકા કચ્છમાં આવ્યા તેની વિગત વાત વાત કરીએ તો, રાત્રે 12.40 જામનગરમાં લાલપુરમાં 1.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો તો રાત્રે 12.45 લાલપુરમાં 1.6ની તીવ્રતા જ્યારે રાત્રે 12.48 લાલપુરમાં 2.3ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
આ ઉપરાંત રાત્રે 1.45 કચ્છના રાપરમાં 1.5ની તીવ્રતા જ્યારે રાત્રે 1.46 રાપરમાં 1.0ની તીવ્રતા અને રાત્રે 3.22 કચ્છના ખાવડામાં 3.4ની તીવ્રતાનો ભૂંકપ આંચકો અનુભવાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion