ગુજરાતની શાળાઓમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે, 32 લાખ વિદ્યાર્થીઓ અંગે રૂપાણી સરકારનો મોટો નિર્ણય
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોવિડ વેકસીનેશ અને કોરોના કેસ સંદર્ભે આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને સિંચાઈ બાબતે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમા ઓફલાઇન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીના 5 સપ્ટેબરના ગુજરાત પ્રવાસના આયોજન સંદર્ભે પણ ચર્ચા થઈ હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 6 થી 8 શાળાઓ 2 સપ્ટેમ્બર ના રોજ થઈ શરૂ કરાશે. અંદાજે 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. પ્રત્યક્ષ સાથે ઓન લાઈન શિક્ષણ પર ચાલુ રહેશે. 50 ટકા હાજરી સાથે એસઓપી નું પાલન કરવાનું રહેશે.
ગઈ કાલે શિક્ષક સર્વેક્ષણ દરમિયાન યોજાયેલ સર્વે મા ગુણવત્તા સુધારણા માટે સરકારે પહેલ કરી છે. 38 ટકા શિક્ષકો એ ભાગ લીધો તેને અભિનંદન આપું છું. 38 ટકા શિક્ષકો હાજર રહ્યા બાકી ના ભવિષ્યમાં શિક્ષકો સર્વેક્ષણ મા જોડાય તેવા પ્રયાસો કરીશું. જે શિક્ષકો સર્વેક્ષણમા જોડાયા તેમને કહ્યું કે અમારા જ્ઞાન મા વધારો થયો. વાલી મંડળે ફી મુદ્દે પિટિશન કરી છે તેનો અમે અભ્યાસ કરી ને ફી મુદ્દે નિર્ણય કરીશું. 5 સપ્ટેમ્બર સુધીમાં બધા શિક્ષકો ને રસી અપાય તે મુદ્દે આયોજન છે.