ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, કહ્યું, પાર્ટી મને સીએમ બનાવે તો પણ બનવા તૈયાર
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. કોગેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું આજે ભાજપમાં જોડાયા છે. 2020ની રાજ્ય સભા ચૂંટણી સમયે પ્રવીણ મારુએ કોંગ્રેસ છોડી હતી.
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. કોગેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું આજે ભાજપમાં જોડાયા છે. 2020ની રાજ્ય સભા ચૂંટણી સમયે પ્રવીણ મારુએ કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસ છોડયા બાદ પ્રવીણ મારુ કોઈ પાર્ટી સાથો જોડાયા નહોતા. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પ્રવીણ મારુની ભાજપમાં એન્ટ્રી થતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ ભાજપમાં જોડાતાની સાથે જ મોટું નિવેદન આપી દીધુ છે. પાર્ટી જે જવાબદારી આપે તે નિભાવિશ. પાર્ટી મને સીએમ બનાવે તો પણ બનવા તૈયાર છું.
ગઢડા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ આજે ભાજપમાં જોડતા પહેલા જણાવ્યું કે, તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના હતા અને તેમણે ભાજપ સમક્ષ મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે તે સમયે તેમની ઈચ્છા પૂર્ણ થાય તેમ ન જણાતાં તેઓ ભાજપમાં જોડાયા ન હતા. જોકે આજે તેઓ ભાજપમાં વિધિવત જોડાઈ રહ્યા છે. ત્યારે હવે તેમની મંત્રી બનવાની ઈચ્છા પૂર્ણ થશે. તેવા સવાલના જવાબમાં તેમણે પક્ષ કહેશે તેમ કરીશ તેવો જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસ પર કરેલા આક્ષેપમાં સુર પુરાવ્યો જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નિર્ણયશક્તિ જ નહિ અનુશાસનનો પણ અભાવ છે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીની હોડ લગાવી રહ્યા હોય છે. ભવિષ્યમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવું ન દેખાતા ભાજપમાં જોડાઈ રહ્યો હોવાનું મારૂએ સ્પષ્ટ જણાવ્યું હતું.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા
આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
આપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકલ્પ બનવાની ક્ષમકા કોંગ્રેસ ખોઇ ચૂકી છે. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે. ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.