શોધખોળ કરો

Gandhinagar: કોંગ્રેસને નહીં મળે નેતા વિપક્ષનું પદ, વિધાનસભા સચિવે પત્ર લખી અમિત ચાવડાને કરી જાણ

Gujarat Assembly: વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે.

Gandhinagar: ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વિધાનસભા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખી વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું છે. પત્રમાં જણાવ્યા મુજબ, જે રાજકીય પક્ષને ચૂંટણી પંચે અખિલ ભારતીય પક્ષ તરીકે કે રાજ્યના પક્ષ તરીકે માન્યતા આપી હોય અને વિધાનસભામાં તે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભા પક્ષ તરીકે માન્યતા આપી શકશે. 15મી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતાં ઓછું હોવાથી વિધાનસભા પક્ષ તરીકે આપના પક્ષને માન્યતા મળવાપાત્ર થતી નથી. આ સંજોગોમાં આપને વિરોધપક્ષના નેતા તરીકે માન્યતા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ. 
Gandhinagar: કોંગ્રેસને નહીં મળે નેતા વિપક્ષનું પદ, વિધાનસભા સચિવે પત્ર લખી અમિત ચાવડાને કરી જાણ

કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી

કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં હજી વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. પરંતુ કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં.  કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભામાં પક્ષના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ડો. સી. જે. ચાવડાને દંડક, ડો. કીરીટભાઈ પટેલને ઉપદંડક, વિમલભાઈ ચુડાસમાને ઉપદંડક, ઈમરાનભાઈ ખેડાવાલાને ઉપદંડક, દિનેશભાઇ ઠાકોરને ખજાનચી, કાંતિભાઈ ખરાડીને મંત્રી, ડો. તુષારભાઈ ચૌધરીને પ્રવકતા, જીગ્નેશભાઈ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા તથા અનંતભાઈ પટેલને પ્રવકતા બનાવાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું

માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ

બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....

'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'માફિયા રાજ' સરકાર લાચાર?Hun To Bolish | હું તો બોલીશ | કેમ વધી ગુના ખોરી?બોટાદના ઢસામાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો,શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલગોધરાની કાજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીનીનું દાઝતા આજે સારવાર દરમિયાન મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
બાયોડેટા તૈયાર રાખો! 70000 ફ્રેશર્સની ભરતી કરશે ટોપ આઈટી કંપનીઓ, જાણો કઈ સ્કિલની સૌથી વધુ માંગ છે

બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ

Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું

Gujarat Rain: સાત દિવસ  મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Embed widget