Gandhinagar: નવરાત્રીમાં મોડી રાત્રે નાસ્તો કરતાં પહેલાં વાંચી લો આ સમાચાર, જાણો વિગતે
રાત્રે દહીંવડાનો નાસ્તો કર્યા બાદ બીજા દિવસે સોસાયટીમાં 100 જેટલા સભ્યોને ઝાડા ઉલટી થયા હતા. બે સભ્યોની તબિયત વધુ બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Gandhinagar: હાલ નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી દરમિયાન શેરી, સોસાયટીમાં મોડી રાત્રે નાસ્તો કરાવવામાં આવતો હોય છે. જોકે ઘણી વખત અવિચારી ઘટના પણ બનતી હોય છે. ગાંધીનગરમાં મોડી રાત્રે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના સામે આવી છે.
દહીંવડાનો નાસ્તો કર્યા બાદ 100 લોકોની તબિયત લથડી
ગાંધીનગરના પીડીપીયુ રોડ પર આવેલી શ્યામ સુકન સોસાયટીમાં બે દિવસ પહેલા મોડી રાત્રે નાસ્તો કર્યા બાદ બીજા દિવસે લોકોની તબિયત લથડી હતી. રાત્રે દહીંવડાનો નાસ્તો કર્યા બાદ બીજા દિવસે સોસાયટીમાં 100 જેટલા સભ્યોને ઝાડા ઉલટી થયા હતા. બે સભ્યોની તબિયત વધુ બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અમદાવાદમાં દશેરાના એક દિવસ અગાઉ જ નીકળી ફાફડા-જલેબીની ડિમાન્ડ
બુધવારે દશેરાના તહેવારની ઉજવણી થવાની છે, ત્યારે અત્યારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફાફડા જલેબી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દશેરાના તહેવારની ઉજવણી ફાફડા જલેબી વિના અધૂરી માનવામાં આવે છે. તેવામાં એક દિવસ અગાઉ જ માર્કેટમાં ફાફડા જલેબીની ડિમાન્ડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કાચા માલ માટેના ભાવ વધારાના કારણે રૂપિયા 400 થી 1000 રૂપિયા પ્રતિ કિલો ફાફડાનો ભાવ જ્યારે જલેબી નો ભાવ રૂપિયા 4500 થી લઈ 1,000 સુધી જોવા મળી રહ્યો છે. ફાફડા જલેબી તૈયાર કરતા કારીગરો હું કહેવું છે કે દશેરા દરમિયાન કામનું ભારણ વધી જતું હોય છે ન માત્ર દશેરાના દિવસે પરંતુ તેના અગાઉના બે દિવસથી જ લોકોમાં ફાફડા જલેબીની પૂછપરછ શરૂ થઈ જતી હોય છે અને એડવાન્સના ઓર્ડર માટે તેઓ ફાફડા જલેબી તૈયાર કરતા હોય છે.
માતરના ઉંઢેરા ગામમાં ગરબા દરમિયાન બબાલ
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં
પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ
પોલીસની હાજરીમાં કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.
સાવલીમાં પણ પથ્થરમારો
ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.