(Source: ECI/ABP News/ABP Majha)
Canada Dream: ગાંધીનગરમાંથી વધુ એક વિઝા કૌભાંડ આવ્યું સામે, કેનેડાના પીઆરના નામ એક જ પરિવારના 65 લાખ પડાવ્યા
એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી છે. અંકિત પટેલ, અનેરી તેમજ શૈલેષ પટેલ પણ ફરાર છે.
Gandhinagar News: ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા ઘણી જાણીતી છે. ઘણા લોકો ગેરકાયદે પ્રવેશવા એજન્ટોનો સંપર્ક કરતા હોય છે. આવા લેભાગુ એજન્ટો (visa agents) લોકોને ઘણી વખત શીશામાં ઉતારતા હયો છે. ગાંધીનગરમાંથી વધુ એક વિઝા કૌભાંડ (visa scam) બહાર આવ્યું છે. 23 લોકો પાસેથી ફોરેનના વિઝાના બહાને રૂ. 7 કરોડ 75 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. કુડાસણ પાસેની ઉમિયા ઓવર્સિસ વિઝા કન્સલ્ટન્ટ (Umiya overseas visa consultant) ઓફિસમાં કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઈ છે. લવારપુરના પિતા, પુત્ર સહિત 4 એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે. લોકોને કેનેડામાં PR (Canada PR) કરાવી આપવાના બહાને એક જ પરિવારના 65 લાખ પડાવ્યા હતા.
વિશાલ પટેલ, અંકિત પટેલ, અનેરી તેમજ શૈલેષ પટેલ સામે વિઝનાં નામે રૂપિયા પડવ્યાનો આરોપ છે. એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી છે. અંકિત પટેલ, અનેરી તેમજ શૈલેષ પટેલ પણ ફરાર છે. ડભોડાના જીગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કૌભાંડની વિગતો એવી છે કે ગાંધીનગર તાલુકાના ડભોડાના ફાર્મમાં રહેતા ધોરણ - 12 પાસ જીગ્નેશ બંસીલાલ પટેલને બે વર્ષ અગાઉ સામાજીક પ્રસંગમાં શૈલેષભાઈ કુબેરદાસ પટેલ (રહે. લવારપુર) સાથે સંપર્ક થયો હતો. એ વખતે શૈલેષ પટેલે તેમનો પુત્ર અંકિત, પુત્રવધૂ અનેરી અને તેમનો મિત્ર વિશાલ પટેલ ગાંધીનગર કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડીંગમાં ઉમિયા ઓવરસીસ નામથી વિઝા કન્સલટન્ટની ઓફિસમાં લોકોને વીઝા તેમજ પરમેનેન્ટ રેસીડન્સ અપાવવાનુ કામ કરતા હોવાની વાત કરી હતી. ત્યાર પછી જીગ્નેશે ત્રણેય એજન્ટનો વિદેશ જવા માટે તેમની ઓફિસમાં સંપર્ક કર્યો હતો. ત્યારે ત્રણેય જણાએ જીગ્નેશ અને તેના પરિવારને કેનેડાના PR આપવા પેટે રૂ. 65 લાખ નક્કી કર્યા હતા. જે અન્વયે જીગ્નેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સહિત 25 લાખ રોકડા ચૂકવ્યા હતા. બાદમાં કેનેડાના વિઝા બાબતે જીગ્નેશે ઇન્કવાયરી કરતા એજન્ટોએ બાકીના 25 લાખ આપી કામ થયાં પછી બાકીના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા. જો કે વાયદા મુજબ વિઝાનું કામ થયું ન હતું. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે, એજન્ટ વિશાલ પટેલ વિદેશ ભાગી ગયો છે અને અંકિત, અનેરી અને શૈલેષ પટેલે પણ હાથ અધ્ધર કરી દેતા વધુ તપાસ દરમિયાન જણાઇ આવ્યુ હતું કે, આ ચારેય જણાએ જીગ્નેશ ઉપરાંત હિતેન્દ્ર ધનજીભાઇ પટેલ, સંદિપ કાન્તીલાલ ભટ્ટી, ચન્દ્રકાંન્ત અરવિદભાઈ પટેલ, રાહુલ ગિરીશભાઇ પટેલ, હરેશ રમેશભાઈ પટેલ, ધીરજ ચંન્દ્રકાન્તભાઈ પટેલ પાર્થ બીપીનભાઈ પટેલ, હર્ષદ જશુભાઇ પટેલ પુર્વશ જયંતિભાઇ પટેલ, તુષારભાઈ રાજેશભાઈ, અમીબેન નિર્સગભાઇ પટેલ, શિલ્પાબેન રવિભાઇ પટેલ, નવનેશકુમાર કનુંભાઈ પટેલ, મુકેશકુમાર અમૃતલાલ પટેલ કાજલબેન ચિરાગભાઈ પટેલ, હાર્દિક જયંતિભાઇ પટેલ, રિધ્ધીબેન દિપભાઈ જાની, જીનલબેન ડી પટેલ, કુલદિપસિહ ભરતસિંહ ઝાલા, પટેલ ધવલકુમાર વિષ્ણુભાઇ, પટેલ સચિન પંકજભાઈ તેમજ ચૌધરી રાજેશકુમાર બળદેવભાઇ પાસેથી પણ વિદેશ મોકલવાના બહાને કુલ રૂ. 7 કરોડ 75 લાખની માતબર રકમ પડાવી છે. ઉપરોક્ત તમામે ફરિયાદ નોંધાવતા ઈન્ફોસિટી પોલીસે ચારેય એજન્ટો સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.