Gandhinagar: ગિફ્ટ સિટીમાં નાટ્યકાર સંજય ગોરડિયાએ દારૂ પી લખ્યું, ગુજરાતમાં પહેલીવાર ગુનાહીત લાગણી વગર દારૂ પીધો
ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ માંડી હતી.
Gandhinagar GIFT City: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની છૂટ આપી છે. તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં કલાકારોએ દારૂ પીધો હતો. નાટ્યકાર સંજય ગોરડિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યું, ગુજરાતમાં પહેલીવાર ગુનાહિત લાગણી વગર દારૂ પીધો. ગાંધીનગર ફિલ્મ ફેર એવોર્ડમાં બિયરની લિજ્જત માણી, એવોર્ડ ફંક્શન સારું હતું પણ બિયર અને વેજ નોનવેજ જમવાનું ટોપ હતું.
ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ વખતે ગિફ્ટ સિટી કલબમાં કલાકારોથી માંડીને આમંત્રિતો માટે દારૂની મહેફિલ માંડી હતી. ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એ વાતની કબૂલાત કરી કે, ઇતિહાસમાં પહેલીવાર ૨ ગુનાઇત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો. રાજ્ય સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી છે. આ કારણોસર ગુજરાત ટુરિઝમે પણ મહાત્મા મંદિરને બદલે ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજવાનુ નક્કી કર્યુ હતું. તેના પાછળનું કારણ એ હતુ કે, બોલિવુડની ફિલ્મી હસ્તી, ફિલ્મ નિર્માતાથી માંડીને અન્ય આમંત્રિતોને દારૂ મળી રહે. જોકે, ફિલ્મફેર એવોર્ડમાં આમંત્રિત ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી.
કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. આમ, ગુજરાતી કલાકારે પણ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે દારૂ પીવાનો આનંદ માણ્યો તે અંગે નિખાલસ કબૂલાત કરી હતી.