Gandhinagar: રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોના નામની થઈ જાહેરાત ? જાણો વિગત
Chief Secretary of Gujarat: રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિયુક્તિ કરવામાં છે. રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે અને હાલમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે.
Gandhinagar: રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિયુક્તિ કરવામાં છે. રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે અને હાલમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર આ મહિનાના અંતમાં નિવૃત થશે.
પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થશે
27 ઓગસ્ટ 2021ના રોજ રાજ્ય સરકારે 1986ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી હતી. તેમણે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળ્યો હતો. 6 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે. તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમબીએનો પણ અભ્યાસ કરેલો છે.મૂળે પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે 15 જુન, 2017ના રોજ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી.વિદાય લઈ રહેલા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ બાદ તેઓ ગુજરાત બેચના આઈએએસ ઓફિસરોમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. ગુજરાત કેડરના બીજા વરિષ્ઠ અધિકારીઓ સ્વ.ગુરુપ્રસાદ મહાપાત્ર, વિપુલ મિત્રા અને રાજીવ કુમા્ર ગુપ્તા તેમના બેચમેટ હતા. તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડન્ટ મેડલ, 12 અધિકારીઓને મળશે પોલીસ મેડલ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત
રાજ્યના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રાલયે યાદી જાહેર કરી છે. એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે. પટેલને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થયો હતો. 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થયો હતો. પ્રજાસત્તાક દિન નિમિત્તે 901 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 140 પોલીસકર્મીઓને વીરતા બદલ પોલીસ મેડલ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 93 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા (PPM) માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 668ને Meritorious Service માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે પોલીસકર્મીઓને તેમની બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાંથી 80ને અસરગ્રસ્ત વિસ્તારોમાં અને 45ને જમ્મુ અને કાશ્મીરમાં સેવા માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાંથી 48 સીઆરપીએફના, 31 મહારાષ્ટ્ર પોલીસના છે. આ સિવાય 25 જમ્મુ-કાશ્મીરના, નવ ઝારખંડના, સાત દિલ્હી પોલીસના છે. આ ઉપરાંત અન્ય બીએસએફ અને અન્ય રાજ્યોના પોલીસકર્મીઓ પણ છે.