શોધખોળ કરો

Gandhinagar: વિધાનસભા સત્ર પહેલાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કયા અપક્ષ ધારાસભ્ય રહ્યા હાજર ?

Gandhinagar: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે. શુક્રવારે ગુજરાતનું બજેટ રજૂ થશે.

Gandhinagar News: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. જેને લઈ આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં 3 અપક્ષ ધારાસભ્ય પણ હાજર રહ્યા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ  અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેને લઈ તેઓ ભાજપને સમર્થન આપશે તે નક્કી થઈ ગયું છે.

કોંગ્રેસે વિધાનસભાના હોદ્દેદારોની નિમણૂક કરી

કોંગ્રેસને ગુજરાત વિધાનસભામાં હજી વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. પરંતુ કોંગ્રેસે અગાઉ અમિત ચાવડાને કોંગ્રેસ દળના નેતા તરીકે જાહેર કર્યા હતાં.  કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભામાં પક્ષના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. ડો. સી. જે. ચાવડાને દંડક, ડો. કીરીટભાઈ પટેલને ઉપદંડક, વિમલભાઈ ચુડાસમાને ઉપદંડક, ઈમરાનભાઈ ખેડાવાલાને ઉપદંડક, દિનેશભાઇ ઠાકોરને ખજાનચી, કાંતિભાઈ ખરાડીને મંત્રી, ડો. તુષારભાઈ ચૌધરીને પ્રવકતા, જીગ્નેશભાઈ મેવાણીને પ્રવકતા, ગેનીબેન ઠાકોરને પ્રવકતા તથા અનંતભાઈ પટેલને પ્રવકતા બનાવાયા છે.

વિધાનસભાનું સત્ર વિપક્ષના નેતા વિહોણું હશે. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?

ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 સીટ મળી હતી. ગુજરાતના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષને આટલી સીટો મળી નથી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી. રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ

પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું

Weather Update: 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ

માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat | સરથાણામાંથી નકલી નોટ છાપવાનું ઝડપાયું મિની કારખાનું, ત્રણ આરોપી ઝડપાયાHun To Bolish | હું તો બોલીશ | 'માફિયા રાજ' સરકાર લાચાર?Hun To Bolish | હું તો બોલીશ | કેમ વધી ગુના ખોરી?બોટાદના ઢસામાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો,શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
Weather Update: 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ
Weather Update: 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....

General Knowledge: ના હોય! ભારતના આ શહેરમાં એક પણ સિગ્નલ નથી, સીટીનું નામ સાંભળીને ચોંકી જશો

'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

Joe Biden Meet PM Modi:  જો બાઈડેનને મળ્યા PM મોદી, અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યું UNSCમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન

Embed widget