ગુજરાત બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં સરકારે કર્યો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા
સરકાર દ્વારા ધોરણ 10 તથા ધોરણ- 12 બોર્ડ અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. સરકારે બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો હતો.
ગાંધીનગરઃ સરકાર દ્વારા ધોરણ 10 તથા ધોરણ- 12 બોર્ડ અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. સરકારે બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો હતો. હવે બોર્ડની પરીક્ષા 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે. સરકારે જણાવ્યું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 થી12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માં હવે પછી લેવાનાર ધોરણ-9 થી 12ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ-9 અને11 ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કર્યું હતું કે ધોરણ નવથી બારની પ્રાયોગીક અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તારીખોમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો છે.ધોરણ નવથી બારની પ્રિલિમ પરીક્ષા 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અઠ્ઠયાવીસ માર્ચથી બાર એપ્રીલ સુધી યોજાશે. ઉનાળુ વેકેશન નવ મે થી બાર જૂન સુધી રહેશે. તો નવું શૈક્ષણિક વર્ષ 13 જૂનથી શરૂ થશે. 14 માર્ચના બદલે 28 માર્ચથી ધોરણ-દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થશે. 9 મે થી 12 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થશે.
ગુજરાત સરકાર દ્ધારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના વ્યાપક શૈક્ષણિક હિતમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પુરતો સમય મળી રહે તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે અને તેઓની કારર્કિદી ઉજ્જવળ બનાવી શકે તે હેતુથી અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા જાહેર કરવામાં આવેલ ધોરણ 9 થી 12ની વિવિધ પરીક્ષાઓની તારીખોમાં તેમજ ઉનાળુ વેકેશન અને નવા શૈક્ષણિક વર્ષ 2022-23 શરૂ થવાની તારીખોમાં ફેરફાર કરવાનો નિર્ણય શિક્ષણમંત્રી દ્ધારા કરવામાં આવ્યો છે.