Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે, બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે
ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે.
Election Commission to hold a press conference today to announce the schedule of the Gujarat Assembly elections
— ANI (@ANI) November 3, 2022
રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. 22થી 24 નવેમ્બર વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન થઇ શકે છે. 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાઇ શકે છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થશે. કોઇ પણ સરકારના સરકારી જાહેરાતો થઇ શકશે નહીં. નેતાઓને મળતી સરકારી ગાડીઓ આજથી પરત ખેંચાઇ જશે. સરકારી જાહેરાતોના હોડિંગ પણ ઉતારી લેવામાં આવશે. સરકારી યોજના કે લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે નહીં. ચૂંટણી પંચની મંજૂરી વગર કોઇ પણ બદલીઓ થઇ શકશે નહીં.
માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ સાથે જ 8 ડિસેમ્બરે મત ગણતરી થઈ શકે છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે.
Gujarat Election 2022: ગુજરાતમાં ભાજપને હરાવવા AAP સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર, જાણો કૉંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન ?
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આવતીકાલે થઇ શકે છે. આ વર્ષની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવા કૉંગ્રેસે AAPને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત કોગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપને હરાવવા તમામ પાર્ટીનો ટેકો લેવા કૉંગ્રેસ તૈયાર છે.
વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા આપને ભરતસિંહ સોલંકીએ આમંત્રણ આપ્યું છે. ગુજરાતમાં ભાજપને હરાવવા આપ સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર છે. ભરતસિંહે કહ્યું કે ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીનો ટેકો લેવા માટે કૉંગ્રેસ તૈયાર છે.
પાટણના રાધનપુરમાં પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપને હરાવવા માટે આપ પાર્ટી કૉંગ્રેસ સાથે જોડાય તો પણ અમે સ્વીકારીશું. ભરતસિંહ સોલંકીએ ભાજપને કોમવાદી પાર્ટી ગણાવી હતી. સોલંકીએ કહ્યું કે પ્રજાના રક્ષણ માટે અને ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓનો ટેકો લેવા તૈયાર છીએ