શોધખોળ કરો
ધોરણ-12 સાયન્સનું કેવી રીતે જોઇ શકાશે પરિણામ? જાણો વિગત
2018-19માં રાજયમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
ગાંધીનગરઃ આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જોઈ રહ્યા છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતઃ કઇ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યા સૌથી વધુ A1 ગ્રેડ, જુઓ વીડિયો
2018-19માં રાજયમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદમાં શહેર અને ગ્રામ્યમાં મળી 17 હજાર 761 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ડાંગ-આહવામાં સૌથી ઓછા 310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત પોરબંદરમાં 606 જ્યારે દેવભુમી દ્વારકામાં 470 વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષા આપી હતી. સૌથી વધુ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વડોદરાઃ 91% મેળવનારા વિદ્યાર્થીએ શું કહ્યું ? જુઓ વીડિયો
આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. 2018 ના પરિણામમાં 2017ની સરખામણીમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 14 ટકા જેટલા ગુણો ગુમાવ્યા હતા. 2017 રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા, જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું.
સુરતઃ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ શું કહ્યું, જુઓ વીડિયો
હાર્દિક પંડ્યાએ આ ખેલાડીને ગણાવ્યો તેની પ્રેરણા, તસવીર શેર કરીને લખ્યું કઇંક આમ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement