શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા ટોચના મંત્રી ડાયાબિટીસ-બીપી, હોવા છતાં સરકારમાં બિલ મૂકતા નથી, જાણો વિગત
વિધાનસભા ગૃહમાં આજે આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગૃહમાં ધારાસભ્યોને હોસ્પિટલના બિલ ન મુકવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારની સેવા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે છે.
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં આજે આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગૃહમાં ધારાસભ્યોને હોસ્પિટલના બિલ ન મુકવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારની સેવા ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે છે. આપણને સારો પગાર મળે છે. ભગવાનની દયાથી બધુ આપ્યું છે તેથી આરોગ્યના બિલ ન મુકવા જોઈએ. હું પોતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો દર્દી છું અને સરકારી પૈસે દવા લેતો નથી, તેવો ખુલાસો પણ તેમણે કર્યો હતો.
આ ઉપરાંત નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં 12 મેડિકલ કૉલેજની બેઠકોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. કૉલેજ દીઠ 50 બેઠકો મંજૂર કરવામાં આવી છે. ગુજરાતમાં 12 મેડિકલ કૉલેજોમાં કુલ 600 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. કેંદ્ર સરકારે રાજ્યની 12 મેડિકલ કૉલેજમાં બેટકોમાં વધારાને મંજૂરી આપી દિધી છે. બેઠકોમાં વધારો કરવામાં આવતા રાજ્યની તમામ મેડિકલ કૉલેજોની કુલ 5500 બેઠકો થઈ છે.
આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ઉપરની ચર્ચાના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં સરકારી તબીબી સેવામાં જોડાનાર, સેવા આપનાર સરકારી તબીબો ને પગાર ભથ્થા ઉપરાંત 30 ટકા વધારા નું મહેનતાણું ચૂકવવા વિચારણા છે, હજુ નિર્ણય લેવાયો નથી.
ગુજરાત વિધાનસભા સત્ર એક દિવસ લંબાવાયું ? જાણો વિગત
રાજ્યમાં કઈ કઈ જગ્યાએ મેઘરાજા થયા મહેરબાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion