શોધખોળ કરો
Advertisement
મુખ્યમંત્રી રૂપાણીએ પરિવાર સાથે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, ભગવાનને શું કરી પ્રાર્થના? જાણો વિગત
ગુજરાત કોરોના મુક્ત બને એ માટે પ્રાર્થના કરી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયુ હશે તો ધારાધોરણ મુજબ વળતર ચૂકવાશેઃ વિજય રૂપાણી
સોમનાથઃ કોરોના લોકડાઉન પછી અનલોક-વનની અંદર જ્યારે મંદિરો ખુલ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સહ પરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે જ સોમનાથ મહાદેવના મંદિરને નવી ધ્વજા પણ ચડાવી હતી. કોરોનાથી લોકો જીતે અને ગુજરાત કોરોના મુક્ત થાય તેવી મુખ્યપ્રધાને પ્રાર્થના કરી હતી.
આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાતના મુખ્યપ્રધાન બનવાની સહ પરિવાર આવી પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે સોમનાથમાં રાત્રી રોકાણ કર્યા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સહ પરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા પણ કરી હતી અને મંદિરની અંદર સહ પરિવાર સોશિયલ જાળવી સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાબતે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ વ્યવસ્થિત રીતે ખેડૂતોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કાઢવા આશ્વાસન આપ્યું હતું
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત કોરોના મુક્ત બને એ માટે પ્રાર્થના કરી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયુ હશે તો ધારાધોરણ મુજબ વળતર ચૂકવાશે. મુખ્યમંત્રીએ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે થયેલા પ્રયાસો અને કોરોના ગ્રસ્ત દર્દીએઓને અપાતી સારવારની સમીક્ષા કરી હતી. સોમનાથ જિલ્લા પ્રશાસન સાથે પણ બેઠક કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion