શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના કયા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું યાદ અપાવ્યું ? જાણો વિગત
વિધાનસભા ગૃહમાં કોંગ્રસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નાયબ મુખ્યમંત્રીના પ્રવચન દરમિયાન યાદ અપાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ છે તેની શુભેચ્છા આપો. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સહજતાથી સ્વીકાર્યું કે હું ભૂલી ગયો હતો. પણ ખેડૂત નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો બર્થ ડે છે. બાપા તરીકેના હુલામણા નામથી જાણીતા કેશુભાઈ આજે ભલે સક્રિય રાજનીતિમાં નથી પરંતુ ગુજરાતમાં ભાજપને હાલના મુકામ સુધી પહોંચાડવામાં તેમનો સિંહફાળો છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વિધાનસભા ગૃહમાં કોંગ્રસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નાયબ મુખ્યમંત્રીના પ્રવચન દરમિયાન યાદ અપાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મદિવસ છે તેની શુભેચ્છા આપો. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સહજતાથી સ્વીકાર્યું કે હું ભૂલી ગયો હતો. પણ ખેડૂત નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.
જે બાદ ગૃહના તમામ સભ્યોએ પાટલીઓ થબથબાવીને શુભકામનાઓ પાઠવી હતી. કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.
ફોર્ચ્યૂન ગ્લોબલ 500 લિસ્ટઃ IOCને પછાડી રિલાયન્સ બની દેશની નંબર વન કંપની, જાણો વિગત
ગુજરાતમાં ક્યારે પડશે ભારે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગતે
કોહલી હજુ નથી ભૂલી રહ્યો વર્લ્ડકપ સેમિ ફાઇનલ હારનું દુઃખ, ડ્રેસિંગ રૂમના માહોલને લઈ કરી મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion