શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ભાજપના ધારાસભ્ય-મંત્રીઓ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત, કોંગ્રેસના ધારાસભ્યો પણ આવ્યા ઝપેટમાં

હવે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 13 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસો 10 હજારને પાર થઈ ગયા છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 13 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. હવે ખંભાળિયાના કોગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ હોમ આઇસોલેટ થયા છે. તેમની તબિયત સારી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હર્ષ સંઘવી તકેદારીના ભાગરૂપે હોમ આઇસોલેટ થયા હતા. નોંધનીય છે કે હર્ષ સંઘવી અગાઉ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વધુ ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવતા હર્ષ સંઘવી હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. કોરોનાગ્રસ્ત અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાના કારણે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. શરીરમાં કળતર જેવા સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેરમાં પણ હર્ષ સંઘવી કોરોના પોઝિટીવ આવ્યા હતા.

ગઈ કાલે એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે. આ સિવાય આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

આ પહેલા ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. અનિલ ઝોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં બંને ક્વોરેન્ટાઇન થયા છે. વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી ઘરે જ સારવાર લઇ રહ્યા છે. ગઈ કાલે ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમણે જાણકારી આપતાં લખ્યું છે કે, અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.

રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યમંત્રીની રેલી બાદ એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છેય

આ પહેલા અમરેલીમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા હતા. ગોવા ખાતે ફંક્શનમાં ગયા હતા દુધાત. સુરત પરત ફરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં ધારસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા. હાલ સુરત ખાતે પોતાના ઘરમાં ધારસભ્ય પ્રતાપ દુધાત થયા હોમ આઇશોલેટ છે. 

આ સિવાય વડોદરામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ થયા હતા. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંને પિતા પુત્ર હોમ આઇસોલેશનમાં હતા. આ પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ મંત્રી શીતલ સોની પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ પહેલા ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

ધારાસભ્યોને કોરોના

વિક્રમ માડમ, ધારાસભ્ય, ખંભાળિયા

હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના ગૃહ મંત્રી

અરવિંદ પટેલ, ધારાસભ્ય, સાબરમતી, અમદાવાદ

અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ

અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા

કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ

પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા

યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર

પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા

શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ

પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી

ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી

જીતુ ચૌધરી, મંત્રી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Embed widget