રાજ્યમાં આ સ્થળે એક જ વ્યક્તિને એક સાથે અપાયા રસીના બે ડોઝ, જાણો વિગત
ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીએ એક વ્યક્તિને એક સાથે રસીના બે ડોઝ આપ્યાની ઘટના સામે આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના વળતા પાણી શરૂ થયા છે. રોજબરોજ કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં રસીકરણની ગતિ ધીમી પડી છે. આ દરમિયાન તંત્રની એક મોટી બેદકારી સામે આવી છે. ગાંધીનગરના પેથાપુરમાં આરોગ્ય કર્મચારીએ એક વ્યક્તિને એક સાથે રસીના બે ડોઝ આપ્યાની ઘટના સામે આવી છે. અલગ અલગ કર્મચારીની ગેરસમજના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. રસી લેનાર વ્યક્તિને હજુ સુધી કોઈ આડઅસર થઈ નથી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૩1 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં હાલ 179 એક્ટિવ કેસ છે જ્યારે 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 7, વડોદરામાંથી 4, ભરૂચ, ભાવગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.
કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,13,512 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬9% છે. રાજ્યમાં આજે સાંજે પ વાગ્ય સુધીમાં 2,53,308 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે કુલ ડોઝનો આંક 2,83,68,489 થયો છે.