(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરો મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન? ડોક્ટર્સને શું કહ્યું?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોક્ટરોની હડતાળને લઈને નિવેદન આપ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરો ની માંગણીઓ ખોટી છે. અમે વિનંતી કરીએ છીએ કે તેઓ કામે લાગી જાય.
ગાંધીનગરઃ ગુજરાતમાં ડોક્ટરોની હડતાળને આજે ત્રીજો દિવસ છે, ત્યારે હવે ડોક્ટરોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. બીજી તરફ સરકારે ગઈ કાલે હડતાળ પર ગયેલા રેસિડેન્સ અને સિનિયર રેસીડન્સ તબીબોને સ્ટાઈપેન્ડ ન ચુકવવા આદેશ આપ્યો હતો. તેમજ રાજકોટ અને જામનગરમાં ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે હવે ડોક્ટરોની હડતાળ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોક્ટરોની હડતાળને લઈને નિવેદન આપ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરો ની માંગણીઓ ખોટી છે. અમે વિનંતી કરીએ છીએ કે તેઓ કામે લાગી જાય. નોંધનીય છે કે, હડતાળ પર ગયેલા રેસિડેન્સ અને સિનિયર રેસીડન્સ તબીબોને સ્ટાઈપેન્ડ ન ચુકવવા આદેશ અપાયો છે. હડતાલના સમયને ગેરહાજર ગણી સ્ટાઈપેન્ટ ન ચુકવવા આદેશ કરાયો છે. આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોને પરિપત્ર કર્યો છે.
બીજી તરફ ડોક્ટર્સ પણ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. રેસીડેન્ટ ડોકટરની હડતાળને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને ટેકો જાહેર કર્યો છે. ટીચર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, આ હડતાળમાં અમારો સપોર્ટ રહશે. તમારી માંગણીઓ ન્યાયિક અને સાચી છે.
સુરત રેસિડેન્સી Drની હડતાળ પર સરકારે આક્રમક વલણ અપનાવ્યું છે. સુરત સિવિલ ડીને ડોકટરોને ચીમકી આપી છે. ડોકટરોની હોસ્ટેલની પ્રાથમિક સુવિધા બંધ કરી દેવામાં આવશે. ચોથા દિવસે પણ ડોકટરો હડતાળ પર યથાવત છે. સુરતમાં 400 થી વધુ રેસિડેન્સીયલ ડો હડતાળ પર છે. જ્યારે અમારી જરૂર હતી ત્યારે કામ કરવાયું હવે કાર્યવાહી વાત કરે છે. માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ત્યાં સુધી હડતાળ શરૂ જ રહેશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત છે. રાજકોટમાં 400 રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. મેડીકલ કોલેજ ખાતે રેસિડેન્ટ ડોક્ટરોના ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે. ડોક્ટરોની હડતાલના પગલે સિવિલ હોસ્પિટલ ઠેરઠેર દર્દીઓની લાઇનો લાગી હતી. ડોક્ટરોની હડતાલના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચેની લડાઈમાં દર્દીઓ પીસાયા હતા. મહિલા દર્દીઓ અને સિનિયર સીટીઝન દર્દીઓ પરેશાન છે.