સમગ્ર રાજ્યમાં વીજકાપના એંધાણ, જાણો કેમ સર્જાઇ વીજળીની અછત?
કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગા વોટ વીજ અછત છે. માત્ર ઉત્તર ગુજરાત નહિ સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે વીજ કાપ અંગે કોઈ જાહેરાત નહિં.
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં વીજ સંકટ આવી શકે છે. કોલસાની અછતના કારણે વીજળીની અછત સર્જાઈ શકે છે. કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગા વોટ વીજ અછત છે. માત્ર ઉત્તર ગુજરાત નહિ સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે વીજ કાપ અંગે કોઈ જાહેરાત નહિં.
નવરાત્રિ ટાણે ઉત્તર ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉતર ગુજરાત વીજ કંપનીનો આજથી પાવર કાપ સરું થયો છે. દરોજ બપોર બાદ પાવર કાપ રહેશે. કોલસાની અછતના કારણે રોજ પાવર કાપ રહેશે. નવરાત્રિ શરું થવાના એક દિવસ પહેલા વીજ કંપનીના પાવર કાપની જાહેરાત થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
દરરોજ બપોર બાદ ગમે તે સમય પાવર કાપ આપશે. ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ગામડાંના સરપંચો અને નજીકના પોલીસ મથકના અઘિકારીઓને પાવર કાપની જાણ કરવામાં આવી છે. કોલસાની અછત પૂરી નહિ થાય ત્યાં સુધી પાવાર કાપ ચાલું રખાશે.
યુજીવીસીએલના એક અધિકારી જણાવ્યું હતું કે, કોલસાની અછતના કારણે આ વખતે જ્યોતિગ્રામ ફીડરોને પણ કાપવાની જરૂર પડી છે. બપોર દરમિયાન પાવર કાપ કરવાની જરૂર પડી છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે, જરૂરિયાત પ્રમાણે ગામડાઓમાં વીજ કાપ કરાશે. જોકે, કેટલા ગામડાઓમાં વીજ કાપ રહેશે તે અંગે સ્પષ્ટતા કરી નહોતી. આ કટોકટીની પરિસ્થિતિ આવી છે એટલે આપણે પૂરતી વીજળી આપી શકતા નથી. જો આપણે આવું ન કરીએ તો બધું જ બંધ થઈ જાય. જ્યાં સુધી સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી પાવરકાપ રહેશે. 15 દિવસનું કીધું હતું, પરંતુ કંઇ નક્કી નથી. કોઈ સમયગાળો અમને આપ્યો નથી.
આવતી કાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રી માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ રહે.
આમ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની ખૂબ જ નહીવત શક્યતા છે. ત્યારે આ વખતે ખેલૈયાઓ નવરાત્રિમાં મન મૂકીને ગરબા રમી શકશે.