શોધખોળ કરો

ગુજરાતમાં નવરાત્રિને લઈને ગમે ત્યારે થઈ શકે છે મોટી જાહેરાત, જાણો વિગત

રાજ્ય સરકાર નવરાત્રી સંદર્ભની ગાઈડ લાઈન પણ જાહેર કરી શકે છે. નવરાત્રીના સમય દરમિયાન રાત્રી કર્ફ્યુની સમય મુદતમાં છૂટછાટ અપાઈ શકે છે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની અગત્યની બેઠક યોજાવાની છે. રાજ્યમાં કરફ્યુની પૂર્ણ થઈ રહેલ મુદત સંદર્ભે અગત્યની બેઠક યોજવામાં આવી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કફર્યું અંગેના નોટિફિકેશનની મુદત પૂર્ણ થઈ રહી છે. હાલના તબકકે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ અમલી છે. 

ઘટી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં કફર્યુંના કલાકોમાં છૂટછાટ અપાઈ તેવી શક્યતા છે. કર્ફ્યુ ઉપરાંત રાજ્ય સરકાર નવરાત્રી સંદર્ભની ગાઈડ લાઈન પણ જાહેર કરી શકે છે. નવરાત્રીના સમય દરમિયાન રાત્રી કર્ફ્યુની સમય મુદતમાં છૂટછાટ અપાઈ શકે છે. આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર નવું નોટિફિકેશન બહાર પાડશે.

MSME કેટેગરીમાં આવતા રાજ્યભરના ઉદ્યોગકારોને સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ સારી વ્યવસ્થા ઉભી કરાશે, તેમ રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું.  ઉદ્યોગ ભવન ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી પંચાલના અધ્યક્ષસ્થાને MSMEની સમીક્ષા બેઠક યોજાઇ.

માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ-MSME કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ આજે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને આજે ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

મંત્રી પંચાલે જણાવ્યું હતું કે, રાજ્યભરના તમામ જિલ્લા-તાલુકાઓમાં વધુમાં વધુ MSME ઉદ્યોગો સ્થપાય તો સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી વધે તેમજ જે તે વિસ્તારનો વિકાસ થાય. MSMEને અપાતા વિવિધ લાભો, સબસીડી, નોંધણીની વિગતો સહિતની માહિતી કેટેગરી અને તાલુકા મુજબ ટેકનોલોજી-સોશિયલ મીડિયાના માધ્યમથી છેવાડાના લોકો-નાના ઉદ્યોગકારો સુધી પહોંચે તે દિશામાં આગળ વધવું પડશે. આ તમામ પ્રક્રિયા માટે હાલમાં અમલી સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ પ્રભાવી, પારદર્શક અને અપડેટ કરવામાં આવશે જેથી મહત્તમ ઉદ્યોગકારોને લાભ મળશે.

તેમણે કહ્યું હતું કે, MSME અંતર્ગત નોંધણી સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરીશુ તો, ફાઇલ-અરજીનું સ્ટેટસ સંબંધિત અધિકારી તેમજ અરજદાર પણ પોતાના મોબાઇલમાં જોઈ શકશે. અરજી અને પડતર પ્રશ્નોના નિકાલની પણ સમયમર્યાદા તેમજ નવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવશે જેથી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે MSME કમિશનર શ્રી જી. રણજીથકુમારે MSMEની કામગીરી તેમજ ગુજરાત સરકારની ઔદ્યોગિક પોલિસી અંગે મંત્રીશ્રી સમક્ષ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ઉદ્યોગ વિભાગના નાયબ સચિવ શ્રી મનીષ શાહ, MSMEના અધિક કમિશનરશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Embed widget