શોધખોળ કરો

કોંગ્રેસની લીડરશીપ સામે હાર્દિકે ફરી ઉઠાવ્યા સવાલો, ભાજપના પેટ ભરીને વખાણ કરતા રાજકારણ ગરમાયું

હાર્દિક પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપી રાજકારણ ગરમાવી દીધુ છે. તેમણે કહ્યું કે, રાજયના લોકોનુ હિત અને ચિંતા વિપક્ષે કરવાની હોય છે. ભાજપમાં જોડાવાના હાલ કોઈ સંકેત નથી. રાજકીય નિર્ણયની કોઈ તૈયારી હશે તો મીડિયાને જાણ કરીશ.

અમદાવાદ: હાર્દિક પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપી રાજકારણ ગરમાવી દીધુ છે. તેમણે કહ્યું કે, રાજયના લોકોનુ હિત અને લોકોની ચિંતા વિપક્ષે કરવાની હોય છે. જો કે વચ્ચે એવી વાત સામે આવી હતી કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગે તેમણે કહ્યું કે, ભાજપમાં જોડાવાના હાલ કોઈ સંકેત નથી. રાજકીય નિર્ણયની કોઈ તૈયારી હશે તો પહેલા મીડિયાને જાણ કરીશ.

હાર્દિકે આગળ કહ્યું કે, હું રઘુવંશી કુળના પરિવારમાંથી આવુ છું. હિંદુમાં ધર્મ સાથે વર્ષોથી નાતો છે. હિન્દુ ધર્મની જાળવણી માટે પૂરતા પ્રયાસ કરીએ છીએ. પાર્ટીમાં જે ચિતા હતી તે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. મને વ્યક્તિગત નહિ પણ સ્ટેટ લીડરશીપ સામે નારાજગી છે. સ્ટેટ લીડરશીપની જે જવાબદારી હોય તેમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. લીડર વધારે છે તેથી નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ સમયસર નથી આવતુ. જ્યારે પાર્ટીમાં કોઈ સાચુ બોલે ત્યારે તેને અલગ રીતે પ્રિડિક્શન કરવામા આવે છે.

પાર્ટીમાં કોઈ આ રીતે વાત કરે તો તેની સાથે ચર્ચા કરવી જોઈએ. ભાજપ કે અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય તેમાંથી સારી બાબત શીખવાની હોય છે. ભાજપે જે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા તો એ સ્વીકાર્ય છે. રાજકીય નિર્ણયો લેવાની શક્તિ ભાજપમાં વધારે છે. હાર્દિકે કહ્યું કે, આ વકાલત નથી પણ સાચી વસ્તુનો સ્વીકાર જરૂરી છે. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થવુ હશે તો નિર્ણયશક્તિની ક્ષમતા વધારવી પડશે. કાર્યકરોને પૂછશો તો કાર્યકરો પણ સ્વીકારશે કે કોંગ્રેસ પાર્ટીની અંદર નિર્ણયશક્તિનો અભાવ છે. હાઈકમાન્ડ પાસે આશા છે કે સમાધાન પ્રક્રિયામાં આગળ વધારશે.  રાજ્યના હિત માટે જે કંઈ નિર્ણય લેવાના હશે હું લઈશ. મને મારા નુકસાનની નહિ પણ લોકોની ચિંતા છે તેમણે ફરીવાર સ્પષ્ટતા કરી કે, મારો વાંધો સ્ટેટ લીડરશીપ સામે છે. સ્ટેટ લીડરશીપ કામ કરવા નથી દેતી આ ઉપરાંત કામ કરનાર લોકોને રોકે છે.

વડગામ MLA જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં

કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, જેમની આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને ગુરુવારે આસામની કોર્ટ  દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.  સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને આવ્યા બાદ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેવાણી તરફથી હાજર રહેલા એડવોકેટ મનોજ ભગવતીએ કહ્યું કે પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે આ સમય દરમિયાન તેને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ શકાશે નહીં. આસામ કોંગ્રેસ દ્વારા મેવાણી માટે નિયુક્ત કરાયેલા  એડવોકેટ ભગવતીએ જણાવ્યું હતું કે મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.મેવાણી સામે નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેમણે કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે".

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Embed widget