શોધખોળ કરો

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની કથિત પત્નીએ શું કર્યો મોટો આક્ષેપ? કોને મળવાં દિલ્હીથી ગાંધીનગર આવી પહોંચી? જાણો વિગત

સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની અમદાવાદ આવી પહોંચી છે. આજે અમદાવાદ એરપોર્ટે પહોંચી ત્યાર બાદ ગાંધીનગર પહોંચી હતી.

અમદાવાદ: ગાંધીનગરના બહુચર્ચિત સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની અમદાવાદ આવી પહોંચી છે. આજે અમદાવાદ એરપોર્ટે પહોંચી ત્યાર બાદ ગાંધીનગર પહોંચી હતી. દિલ્હીની મહિલાએ તેની સાથે ગૌરવ દહિયાએ લગ્ન કર્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાનો આક્ષેપ હતો કે, દહિયાએ લગ્ન કર્યા અને સંતાનમાં એક દીકરી પણ છે અને બાદમાં તેને તરછોડી મૂકી હતી. આ મામલે રાજ્ય સરકારે બનાવેલી તપાસ સમિતિના અહેવાલ બાદ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જોકે આજે મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેમની ફરિયાદ કોઈ સાંભળતું નથી. મહિલા દિલ્હીથી ગાંધીનગરની મુલાકાતે આવી છે અને તે મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના એસ.પી.ને મળવા માંગે છે. એબીપી અસ્મિતાની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું હતું કે, હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે DNA ટેસ્ટ માટે પણ તૈયાર છું. પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની મને જાણ નહોતી. હું મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના SPને મળીને રજૂઆત કરવા માંગુ છું. જ્યાં સુધી મારી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. મારી દીકરીને તેના તમામ હક્કો મળવા જોઈએ અને તેના માટે મારી રજૂઆત છે. વધુમાં તેણે કહ્યું હતું કે, હું મહિલા આયોગ અને ગૌરવ દહિયાની તપાસ કરનાર સમિતિને પણ મળવા માંગુ છું. આ તમામ લોકોને મળીને હું રજૂઆત કરીશ. જોકે, પીડિતાએ જણાવ્યું હતું કે, તેમને મળવા માટે કોઈએ સમય આપ્યો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget