શોધખોળ કરો

Gandhinagar: હવે ગુજરાત વિધાનસભા પણ બનશે ડીજીટલ અને પેપરલેસ, NeVA પ્રોજેક્ટની અમલવારીનું કાઉન્ટડાઉન શરુ

ગાંધીનગર: દેશની વિધાનસભાઓને ડીજીટલ બનાવવા ભારત સરકાર દ્વારા “વન નેશન, વન એપ્લીકેશન” અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે.

ગાંધીનગર: દેશની વિધાનસભાઓને ડીજીટલ બનાવવા ભારત સરકાર દ્વારા “વન નેશન, વન એપ્લીકેશન” અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને પણ ડીજીટલ અને પેપરલેસ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

‘સ્વચ્છ ભારત સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ’ને પ્રોત્સાહન આપતા NeVA પ્રોજેક્ટની અમલવારીની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત વિધાનસભા ખાતે ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભામાં NeVAની અમલવારી માટે તબક્કાવાર થઇ રહેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝેન્ટેશન બાદ સચિવ સહિત ઉપસ્થિત સભ્યઓ દ્વારા આ પ્રોજેક્ટની અસરકારક અમલવારી માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા દ્વારા NeVA પર ટ્રાયલ સ્ટેજ માટે કરવામાં આવેલી કામગીરી તેમજ વેબસાઈટનો ઇન્ટરફેસ સંસદીય બાબતોના સચિવ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિવએ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને કેપેસીટી બિલ્ડીંગ માટે તાલીમોનું આયોજન કરવા, રાજ્ય આધારિત ફેરફારો કરવા તેમજ તાલીમ માટે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા. આ પ્રોજેક્ટની અમલવારી માટે જરૂર જણાયે ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલય તરફથી પૂરતો સહયોગ આપવાની સચિવએ ખાતરી આપી હતી.

બેઠક બાદ સચિવ શ્રીનિવાસે ગુજરાત વિધાનસભા ગૃહની પણ મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા, ગુજરાત ઇન્ફોરમેટીક્સ લી.ના મેનેજીંગ ડિરેક્ટર વિદેહ ખરે, રાજ્યના સંસદીય બાબતોના સચિવ સી.જે. ગોઠી, એન.આઈ.સી.ના સ્ટેટ ઇન્ફોરમેટીક્સ ઓફિસર પી. કે. સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને તૈયારી પૂરજોશમાં

અમદાવાદમાં દર અષાઢી બીજે યોજાતી રથયાત્રાને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે યોજાતી કળશ યાત્રાને લઇને તૈયારીને આખરી ઓપ આપી દેવાઇ છે. આ વર્ષે અષાઢી બીજે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા એટલે કળશયાત્રા યોજાશે. 108 કળશની જળયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યાં છે. 4 જૂને ભગવાન જગન્નાથજીન જળયાત્રા યોજાશે. જલયાત્રા નિજમદિર થી સોમનાથ ભુદરના આરે પોહચશે.ઉલ્લેખનિય છે કે, 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો પણ જોડાશે.

અમદાવાદમાં યોજનાર 146મી આ રથયાત્રામાં આ વર્ષે મુખ્ય મહેમાન પરમાત્માનંદ મહારાજ હશે.  આ અવસરે સૌ પ્રથમ ગંગા પૂજન કરવામાં આવશે, ગંગા પૂજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે.રથયાત્રા સંપૂર્ણ શાંતિ અને હર્ષઉલ્લાસ સાથે નીકળે માટે સુરક્ષાને લઇને પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે સરસપુર લુહાર શેરીમાં રથયાત્રા પૂર્વે મહોલ્લા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા ક્રાઇમ ACP તેમજ સ્થાનિક પોલીસ અને  સરસપુર વિસ્તારની સ્થાનિક મહિલાઓ પણ હાજર રહ્યી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget