શોધખોળ કરો

Lumpy Virus : લમ્પી વાયરસના કહેર સામે અત્યાર સુધીમાં ગુજરાત સરકારે શું કાર્યવાહી કરી, જાણો વિગત

Lumpy virus in Gujarat: અત્યાર સુધી રાજયમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

GANDHINAGAR : રાજ્યમાં પશુઓમાં જીવલેણ લમ્પી વાયરસે હાહાકાર મચાવી દીધો છે.  રાજયના 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓ લમ્પી સંક્રમિત થયા છે. ગંભીરતા જોતા રાજ્યનું પશુપાલન વિભાગ એક્શનમાં આવું છે. આજે 30 જુલાઈએ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી કરી તેની માહિતી આપી છે, જે આ પ્રમાણે છે : 

1)રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા.

2) આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. 

3) કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે.  

4) રાજયમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણ માટે રાજય સરકાર દ્વારા કુલ 14 જિલ્લ્લાઓમાં પશુઓની હેરફેર અને પશુ મેળાઓ પર પ્રતિબંધ માટે તા.26-07-2022નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. 

5) નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. 

6)પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને  યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યા છે.

7)રાજયમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા માટે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજય મંત્રી દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગામ ફુલઝર અને રેશમિયા, અને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સ્થળ મુલાકાત લીધી છે અને રોગના ઝડપી નિયંત્રણ માટે સ્થાનિક તંત્રને જરૂરી સુચનો કર્યા હતા.

8) આજે 30 જુલાઈએ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે   દ્વારા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની કામગીરીનાં સ્થળ નિરિક્ષણ માટે જામનગરની વચ્છરાજ ગૌશાળા, વિભાપર અને માં-દર્શન ગૌ શાળા,દરેડની મુલાકાત લીધી છે. 

9) સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જીલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી સંદર્ભે રાજયના મુખ્ય સચિવ દ્વારા  પણ સમીક્ષા કરવામાં આવી છે અને પશુપાલન સચિવ અને પશુપાલન નિયામકે ઉપસ્થિત રહી રાજયમાં થયેલ કામગીરીની વિગતો આપી હતી.

10) પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરુ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 15,583 એટલે કે દરરોજ સરેરાશ 1948 જેટલા કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
Embed widget