કામિની બાના સમર્થનમાં દેહગામ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી કકળાટ ચાલી રહ્યો છે. આ અંગે અનેક નેતાઓએ પોતાની નારાજગી મીડિયા વ્યક્ત કરી છે. નારાજ નેતાઓમાં દેહગામના કામિની બાનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી કકળાટ ચાલી રહ્યો છે. આ અંગે અનેક નેતાઓએ પોતાની નારાજગી મીડિયા વ્યક્ત કરી છે. નારાજ નેતાઓમાં દેહગામના કામિની બાનો પણ સમાવેશ થાય છે. હવે આ કડીમાં દહેગામ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મૃણાલી જોશીએ રાજીનામું આપી દીધુ છે. નારાજ કામિનીબા રાઠોડના સમર્થનમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. દેહગામ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખને લેખિતમાં રાજીનામું આપ્યું છે. સંગઠનમાં કાર્યકર્તાઓની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામુ આપ્યું છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દા આપતા હોવાથી રાજીનામુ આપ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે કામિની બા ઘણા સમયથી સંગઠન સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના ક્યા બે દિગ્ગજ નેતાઓ જોડાશે આમ આદમી પાર્ટીમાં
રાજકોટઃ આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. મળતી જાણકારી અનુસાર, કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાશે. રાજકોટ કોગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાશે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બંન્ને નેતાઓ આજે જ આમ આદમી પાર્ટીમાં જોડાશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમા સામેલ થશે. મળતી જાણકારી અનુસાર, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં જોડાશે. પ્રવીણ મારુએ પોતાના સમર્થકોને અમદાવાદના ગોતા સર્કલ પાસે એકત્ર થવા આહ્વાન કર્યું છે. ગોતા સર્કલથી રેલી સ્વરૂપે પ્રવીણ મારુ કમલમ પહોંચી કેસરિયો ખેસ પહેરશે. કૉંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
2017 બાદ આ નેતાની ભાજપમાં થઈ ઘર વાપસી
ગઈ કાલે સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ છે. કમાભાઈને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.