Gandhinagar: હવે આંગળીના ટેરવે તમે ગુજરાતના સંગ્રહાલયોની માહિતી મેળવી શકશો, સરકારે લોન્ચ કરી એપ
હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડીયો ગાઇડ ઉપલ્બધ છે, અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે. નાગરીકો આ એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઇ.ઓ.એસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ગાંધીનગર: હવે ગુજરાતના સંગ્રહાલયોને જાણવા અને માણવા થયા વધુ સરળ બનશે. કારણ કે, આજે ગાંધીનગર ખાતે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી મુળુ બેરાએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની “મ્યુઝિયમ ઓફ ગુજરાત” મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરી છે.. સાથે જ મંત્રી મુળુ બેરાએ “મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત” ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર ત્રણ માસે પ્રકાશિત કરવામાં આવશે.
▶️હવે ગુજરાતના સંગ્રહાલયોને જાણવા અને માણવા થયા વધુ સરળ: પ્રવાસન મંત્રી શ્રી @Mulubhai_Bera
— AIR News Gujarat (@airnews_abad) December 14, 2023
▶️ગુજરાતના સંગ્રહાલયોની ઓડિયો ગાઈડ એપ્લીકેશન “મ્યુઝિયમ ઓફ ગુજરાત” લોન્ચ કરતા પ્રવાસન મંત્રી શ્રી @Mulubhai_Bera @InfoGujarat @CMOGuj @GujaratTourism pic.twitter.com/WddKAe4J5P
નવીન મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, “મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન” એ મોબાઈલ ઓડિયો ગાઇડ પ્રકારની બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનની મદદથી મ્યુઝીયમની મુલાકાતે આવતા નાગરીકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે. આ એપ્લીકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહિ, પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.
તો બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટ્મેન્ટ રિજિયનની મુલાકાત લઇને આ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટસિટીમાં નિર્માણાધિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક અને અન્ય પ્રોજેક્ટ્સની ગતિવિધીઓ પ્રત્યક્ષ નિહાળી હતી. વડાપ્રધાને ધોલેરાને વર્લ્ડક્લાસ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું મોડલ બનાવવાનું જે વિઝન વિકસાવ્યું છે તેને અનુરૂપ સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં ઝડપથી વિકસાવાઇ રહ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે સવારે આ ધોલેરા SIRની સ્થળ મુલાકાત લઈને ફેઝ-૧ ના ૨૨.૫૪ કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ફેઝ-૧નું ૯૫ ટકાથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સજ્જ થયું છે તેની વિશદ જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડીયો ગાઇડ ઉપલ્બધ છે, અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે. નાગરીકો આ એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઇ.ઓ.એસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.