શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં એકસાથે 10 પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું? જાણો કઈ જગ્યાએ નોંધાયા કેસ?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શહેરમાં કેસની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં રવિવાર રાતથી લઈને સોમવારે રાત સુધી નવા 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શહેરમાં કેસની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં રવિવાર રાતથી લઈને સોમવારે રાત સુધી નવા 10 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. ગાંધીનગરમાં હાલ 139 પોઝિટિવ કેસ નોંધાયેલા છે જેમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 33 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
સેક્ટર 24માં ત્રણ, સેક્ટર 3 ન્યુયમાં પણ ત્રણ, સેક્ટર 2બી અને સેક્ટર 7સીમાં એક-એક કેસ નોંધાયા છે. જે છ જૂના કેસ છે તેઓ ફેસિલિટી કોરોન્ટાઈનમાં હતાં. આ તમામનો રિપોર્ટ લેવામાં આવ્યા હતાં જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
માણસા તાલુકાના અમરાપુરા ગામનો 32 વર્ષીય યુવાન પોઝિટિવ આવતાં તેના નોકરીના સ્થળ સેક્ટર-28ની કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન કંપનીમાં નોકરી કરતા યુવાનના સંપર્કવાળા 112 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. જેમાં પરિવારના 12, કંપનીના 47 કર્મચારી અને સંપર્કમાં આવેલા અન્ય 53 વ્યક્તિનો સમાવેશ થાય છે. યુવાનને ગોએન્કા હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
નોંધીય છે કે, ગાંધીનગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે જેમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારરે 33 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement