શોધખોળ કરો
Advertisement
બિન સચિવાલય પરીક્ષા વિવાદ: NSUIએ આવતીકાલે આપ્યું કૉલેજ બંધનું એલાન
કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ ગુજરાતમાં આવતીકાલે કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે.
ગાંધીનગર: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનું આંદોલન હવે સંપૂર્ણપણે રાજકીય બની ગયું છે. કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એ ગુજરાતમાં આવતીકાલે કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,હાર્દિક પટેલની હાજરી છતા પરીક્ષાર્થીઓથીની પાંખી હાજરી જોવા મળી રહી છે.. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી પણ ધરણા સ્થળે પહોંચ્યા હતા. યુવરાજસિંહની જાહેરાત બાદ પણ કૉંગ્રેસના સમર્થનમાં પરીક્ષાર્થીઓનું આંદોલન ચાલુ છે.
પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલન કરી રહેલ એક વિદ્યાર્થીની તબિયત લથડી છે. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે બેરોજગાર યુવાનો બુધવારની સવારથી ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહ્યો છે. જો કે પરીક્ષા રદ કરવાની તેમની માંગ સ્વીકારવાને બદલે સરકારે SITની રચના કરી હતી. પરંતુ કેટલાક યુવાઓ તેમની માંગ પર અડગ રહ્યા છે અને ત્રણ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement