શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલને કોણે કોંગ્રેસનો ટિકીટનો સોદાગર ગણાવ્યો? જાણો શું કર્યા પ્રહારો?
હાર્દિક એવું ન સમજે કે પાસ છે તે હાર્દિકની વોટબેંક છે. હાર્દિકને કોંગ્રેસની ટીકીટના સોદાગર કહી દિલીપ સાબવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે.
બોટાદઃ ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યારે હાર્દિક પટેલના એક સમયના સાથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના પૂર્વ સંગઠન પ્રમુખ દિલીપ સાબવાએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતો વીડિયો વાયરલ કર્યો છે. સાબવાએ વીડિયોમાં આક્ષેપો લગાવ્યા છે કે, હાર્દિકે ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. પછડાયેલી કોંગ્રેસે કરેલી રાજનીતિનું આ પરિણામ છે.
હાર્દિક એવું ન સમજે કે પાસ છે તે હાર્દિકની વોટબેંક છે. હાર્દિકને કોંગ્રેસની ટીકીટના સોદાગર કહી દિલીપ સાબવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. નોંધનીય છે કે, હાર્દિક પટેલ અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. તેમજ કોંગ્રેસને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. જોકે, પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે.
વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારતા જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો છે. જનાદેશનો નત મસ્તકે સ્વીકાર કરુ છુ. મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય થયો છે. ભાજપના ભાઈ અને ભાઉ સહિત વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન. આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા કોંગ્રેસી કાર્યકરોને સલામ..!
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement