શોધખોળ કરો

અપરાધ રોકવા ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા: PM મોદી

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. સવારે વલસાડમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમૂહુર્ત કર્યા બાદ તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢમાં અનેકવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ તેઓ સાંજે ગાંધીનગરમાં ફોરેંસિક સાયંસ યુનવર્સિટીના ચોથા પદવીદાન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, તમે જ્યારે આ શાખા પસંદ કરો છો ત્યારે લોકો તમારી સામે શંકાની નજરે જૂએ છે કે શું તમે ક્રાઈમમાં રસ ધરાવો છો? તમે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ્યા છો જ્યાં તમે આજના યુગની મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવા જઈ રહ્યા છો. હું આ યુનિવર્સિટીને સંચાલિત કરતા ડિરેક્ટર અને તેમના સ્ટાફને અભિનંદન પાઠવું છું. મને કહેવાયું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ 6000થી વધુ અધિકારીઓને ટ્રેનિંગ આપી છે. જેમાં વિવિધ દેશોના 700થી વધુ અધિકારીઓ અહીં તાલીમ મેળવી ચૂક્યા છે. તેઓ અહીંથી આ તાલીમ પ્રાપ્ત કરીને પોતાના દેશના સમાજ અને ગુનાખોરીને ડામવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. મને ગર્વ છે કે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે આટલી મોટી ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પગી સમુદાયને પણ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કચ્છ અને સમુદ્રી વિસ્તારના પગી સમુદાયના લોકો રણમાં પડેલા ઊંટના પગલાના નિશાન પરથી ઓળખી જતા હતા કે ઊંટ એકલો આવ્યો હતો કે તેના પર કોઈ વ્યક્તિ બેઠી હતી કે પછી તેમના પર સામાન લાદવામાં આવ્યો હતો. આજે પણ પોલીસ અપરાધ રોકવામાં પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પરંપરાગત જ્ઞાનને ટેક્નોલોજી સાથે સાંકળવું જરૂરી છે. પદવીદાન સમારોહને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી રાજભવન ખાતે યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. બાદમાં પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ડિનર પણ લેશે. જેમાં સ્વાભાવિક છે વર્તમાન રાજકીય સ્થિતિ અને 2019ની તૈયારી અંગે ચર્ચાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget