PM Modi Gujarat Visit : PM મોદીએ જામનગરમાં યોજ્યો રોડ શો, લોકોનું ઝીલ્યું અભિવાદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે
Background
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આજના પ્રવાસની શરૂઆત ભરૂચથી કરશે. સવારે 11 વાગ્યાની આસપાસ પીએમ મોદી ભરૂચ પહોંચશે.જ્યાં આમોદમાં જાહેર સભા સંબોધશે અને 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.
બપોરે 1 વાગ્યે આણંદમાં જનસભા સંબોધશે તો બપોરે સવા ત્રણ વાગ્યે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરશે. સાંજે સાડા પાંચ વાગ્યે જામનગરમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને રાત્રે રાજકોટના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે.
PM આજે ભરૂચમાં રૂ. 9,460 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ સાથે જ સાંજે 5 વાગ્યે તેઓ જામનગરમાં 1460 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો તેમના બીજા દિવસનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે. PM સવારે 11 વાગ્યે ભરૂચમાં 8000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જ્યારે અમદાવાદમાં આ પછી લગભગ 3:15 વાગ્યે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
પીએમ મોદી જામનગર પહોંચ્યા
પીએમ મોદી જામનગર પહોંચ્યા છે. આ દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, આજે જામનગર વટ પાડી દીધો. ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
#WATCH | PM Narendra Modi got down from his car to accept people’s greetings in Jamnagar, Gujarat earlier this evening. pic.twitter.com/t7iLTOs3eK
— ANI (@ANI) October 10, 2022
ગુજરાતમાં અર્બન નક્સલો પગપેસારો કરી રહ્યા છે
ગુજરાતમાં અર્બન નક્સલો પગપેસારો કરી રહ્યા છે. ગુજરાતના યુવાનો, માતાપિતાને ચેતવાની જરૂર છે. આદિવાસી સંતાનોએ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. લાખો બાળકોને શિક્ષણ માટે સ્કોલરશીપ આપી છે. અર્બન નક્સલવાદને ગુજરાત ઘૂસવા નહી દે.
વિકાસ માટે નીતિ અને નિયત બંને સારી હોવી જોઇએ.
— BJP Gujarat (@BJP4Gujarat) October 10, 2022
નીતિ ગમે તેટલી સારી હોય તો નિયત ખરાબ હોય તો બધુ ખાડે જાય
આજે કાયદો વ્યવસ્થાના કારણે ભરૂચની જનતા સુખ-શાંતિથી જીવી રહી છે.: પ્રધાનમંત્રી શ્રી @narendramodi #VishwasSeVikas pic.twitter.com/U0Qjdz23qr





















