(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગર: કલોલમાં થયેલા ઘર્ષણના મામલે પોલીસે કાર્યવાહી, 13 લોકોને રાઉન્ડ અપ કર્યા
ગાંધીનગરના કલોલમાં ગઈકાલે થયલે ઘર્ષણના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. ફરિયાદના આધારે પોલીસે આશરે 13 લોકોને રાઉન્ડ અપ કર્યા છે.
ગાંધીનગર: ગાંધીનગરના કલોલમાં ગઈકાલે થયલે ઘર્ષણના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. ફરિયાદના આધારે પોલીસે આશરે 13 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય અને ભાજપ કાર્યાલય પરની તોડફોડ બાદ વધુ એક હિંસા સામે આવી હતી. જૈમીન પટેલ નામના વ્યક્તિ પર તલવારથી હુમલો થયો હતો. રાત્રે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે આશરે 13 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. તો આ તરફ કલોલ પોલીસ, એસઆરપી, એલસીબી, એસઓજીની ટીમ તૈનાત કરવામાં આવી છે.
Gujarat Election Result 2022: સટ્ટાબજારમાં હાર્દિકની જીતનો કેટલો છે ભાવ ? જાણો કઈ બેઠક પર ભાજપની જીત છે મુશ્કેલ
મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.