શોધખોળ કરો

રૂપાલનાં ઢબુડી મા ફરી વિવાદમાં, જાણો આ વખતે શું કર્યો કાંડ કે પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ?

ગાંધીનગરના રૂપાલ ગામનાં વિવાદાસ્પદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયાં છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાઇ.

ગાંધીનગરઃ ગાંધીનગરના રૂપાલ ગામનાં વિવાદાસ્પદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયાં છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકોએ જમીન પચાવીને પતરાની ઓરડી અને માતાજીનું મંદિર બનાવી દીધું છે. જેની જમીનમાં પતરાની ઓરડી અને મંદિર બનાવાયું છે એ ખેડૂતે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મિલનકુમાર વિષ્ણુભાઇ પટેલ (રહે, સરગાસણ) સેક્ટર 28 જીઆઇડીસીમા કાર રીપેરીંગનુ ગેરેજ ચલાવે છે. તેમની રાંધેજા ગામની સીમમાં સર્વે નંબર 1934, 1935 અને 1936થી જમીન આવેલી છે. આ પૈકી 1935 નંબરના સર્વે નંબરની જમીન ધનજી નારણ ઓડ ઉર્ફે ઢબુડી મા (રહે, દિવ્ય પુંજ બંગલો, ચાંદખેડા) દ્વારા ખરીદાઈ છે.   તેની સાથે અન્ય બે સર્વે નંબર 1934 અને 1936 સર્વે નંબર   તેની બાજુમા જ આવેલા છે. બંને સર્વે નંબરવાળી જમીનને ખેડૂત દ્વારા 28.85 લાખ અને 13 લાખમાં ખરીદાઈ હતી. બંને જમીનમા વરંડો કરાયો છે. તેમ છતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા, તેની પત્નિ પવનબેન ધનજી ઓડ, પુત્ર વિપુલ ધનજી ઓડ અને સુરેશ રતિલાલ પટેલ (રહે, ચાણસ્મા, ગુરૂકુલ સોસાયટી શાંતિનગર) દ્વારા જમીનમા ગેરકાયદે એક ઓરડી અને એક માતાજીનુ મંદિર બનાવી દેવામાં આવ્યુ છે.

આ ઉપરાંત બંને સર્વે નંબરમાં સાદા કાગળ  પર બાના ચિઠ્ઠી રજૂ કરીને કેસને વિવાદાસ્પદ અને તકરારી બનાવી દેવામા આવ્યો છે. તેના કારણે ખેડૂત દ્વારા ચારેય આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે જાણ થતા જિલ્લામાં ફરી એકવાર ‘ઢબુડી મા’ના મામલે ચકચાર જાગી છે.

આ પહેલાં આશરે 3 વર્ષ પહેલાં ઢબુઢી મા ઉર્ફે ધનજી ઓડ વિવાદમાં આવ્યા હતા. અંધશ્રધ્ધા ફેલાવવા બદલ તેમની સામે લોકોમાં આક્રોશ ફાટ્યો હતો અને ફરિયાદ પણ થઈ હતી. રૂપાલ ગામની ઢબુડી માના દર્શન કરવા દુર દુરથી લોક આવતા હતા. દર રવિવારે ઢબુડી મા વિવિધ સ્થળે પોતાની બેઠકો કરતાં હતાં. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget