શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો રહ્યાં વરસાદના લેટેસ્ટ આંકડા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સુરતના માંડવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે તો નવસારીના ખેરગામમાં પાંચ અને સુરતના માંગરોળમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો. ઉમરપાડામાં 24 કલાકમાં 7.25 ઈંચ વરસાદ ખાબક્યો તો માંડવીમાં 6 ઈંચ, માંગરોળમાં 5.72 ઈંચ, કામરેજમાં 4.5 ઈંચ, બારડોલીમાં 4.25 ઈંચ, મહુવામાં 2 ઈંચ, ઓલપાડમાં 2 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ અને ચોર્યાસીમાં 1.75 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો હતો. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
નવસારી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. નવસારીના ચીખલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે ખેરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં 2 ઈંચ, વાંસદામાં પોણા 2 ઈંચ અને નવસારીમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો તો જલાલપોરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરક આવ્યા છે.
તાપીના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ડોલવણ, ઉચ્છલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે તો ઉચ્છલ, વાલોડ અને સોનગઢમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.
ભુજ તાલુકામાં માત્ર 2 કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય દ્વારકાના ભાણવડ તાલુકામાં ત્રણ ઈંચ, ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢના વિસાવદરમાં 40 મીમી, માણાવદરમાં 41 મીમી, વંથલીમાં 46 મીમી, કેશોદમાં 41 મીમી વરસાદ પડ્યો હતો. જામનગરના લાલપુરમાં 18 મીમી, જામજોધપુરમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો.
ભુજ અને ગઢશીશા પંથકમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગાંધીધામમાં દોઢ, અંજારમાં એક ઇંચ ઉપરાંત માંડવીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement