શોધખોળ કરો

Gandhinagar: આ તારીખે બનાસકાંઠામાં યોજાશે રવી કૃષિ મહોત્સવ, 12 ખેડૂતો એવોર્ડ આપી કરવામાં આવશે સન્માન

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી શુક્રવાર, ૬ ડિસેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ કરાવશે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી શુક્રવાર, ૬ ડિસેમ્બરે સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ કરાવશે. આ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ તા. ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન ૨૪૬ તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત ૨૦૦૫થી કરવામાં આવી છે. 

આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.

રાજ્યકક્ષાના રવી કૃષિ મહોત્સવમાં દાંતીવાડા ખાતે ૧૨ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ થવાનું છે. રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ દ્વિ દિવસીય રવી કૃષિ મહોત્સવના રાજ્યવ્યાપી આયોજનનો લાભ અંદાજે ૨.૫૦ લાખ ધરતીપુત્રો મહોત્સવમાં સહભાગી થઈને લેશે.

રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.

ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૬,૬૩૭ એમ.સી.એફ.ટી. તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩,૮૬૭ એમ.સી.એફ.ટી. મળી કુલ ૩૦,૫૦૪ એમ.સી.એફ.ટી. નર્મદાનું પાણી તારીખ ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે ફાળવવાનો  નિર્ણય કર્યો છે. નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના ૯૫૨ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમ થકી અંદાજે ૬૦ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. 

આ પણ વાંચો...

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
Embed widget