શોધખોળ કરો

નીતિન પટેલે નહેરુ વિશે શું કહ્યું કે વિધાનસભામાં મચી ગયો હોબાળો? કોણે કરી માફીની માંગ?

ગૃહમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. 15 મિનિટ માટે ગૃહ સ્થિગીત કરાયુ. વિપક્ષના હોબાળાના પગલે સાર્જન્ટને બોલાવવા પડ્યા હતા.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન મુદ્દે ગૃહમાં હોબાળો મચ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલની કલ્પના હતી. જવાહરલાલ નહેરૂએ ગુજરાતમાં રોડા નાંખ્યા હતા. જવાહર લાલ નહેરૂ ગુજરાત વિરોધમા રહ્યા છે. ખોટી ક્રેડિટ આપવાનો પ્રયાસ ના કરશો. કલ્પસર યોજનાના પેટા પ્રશ્ન સમયે હોબાળો થયો હતો.

જેના જવાબમાં સી. જે. ચાવડાએ કહ્યું સરદાર પટેલ પણ 25 વર્ષ કોંગ્રેસના પ્રમુખ હતા. અમે સરદાર અને નહેરુ બધાને શ્રેય આપીશું. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વેલમાં કોંગ્રેસ ના ધારાસભ્યો ઘસી આવ્યા હતા. ગૃહમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. 15 મિનિટ માટે ગૃહ સ્થિગીત કરાયુ. વિપક્ષના હોબાળાના પગલે સાર્જન્ટને બોલાવવા પડ્યા હતા. નીતિન પટેલ માફી માગે તેવી કોંગ્રેસ માંગ કરી હતી. 

નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે તેમના દીકરાનું મોટું નિવેદન? જાણો શું કહ્યું?

રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો પ્રમાણે, નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

હવે આ મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી છે. ખોટા સમાચારોથી પ્રભાવતિ થવું નહીં. નરેશભાી પટેલ દ્વારા કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. સન્માનનીય વ્યક્તિ નરેશભાઈ જ્યાં સુધી કઈ પણ પોતે કહે નહીં એમના સિવાયના સમાચારોમાં તથ્ય માનવું નહીં.  કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોડલધામ તરફથી ખોટી ગણાવી.

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.  નરેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા  કહ્યું,   આપ બધાને દિલગીર વ્યક્ત કરુ છુ તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો.  આજે આપના પ્રશ્નોના જવાબ આપવા આપની સમક્ષ હાજર થયો છું. 

અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે. 

નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી છે.નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી છે. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું કે,  ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ  બાદ  આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget