શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકાર સરકારી નોકરીઓમાં 20 હજારની ભરતી કરશે, ક્યા ઉમેદવારો અંગે જાહેરાત ના થતાં રોષ ? પોલીસે કરી અટકાયત
આ જાહેરાતમાં ટેટ 1/2 વિદ્યાસહાયક ભરતીનો કોઈ ઉલ્લેખ કરવામાં નહિ આવતા ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં નારાજગીનો સૂર છે.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય. રૂપાણી સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં 20 હજાર ઉમેદવારોની ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. સાથે સાથે 8000 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છ. જો કે આ જાહેરાતમાં ટેટ 1/2 વિદ્યાસહાયક ભરતીનો કોઈ ઉલ્લેખ કરવામાં નહિ આવતા ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં નારાજગીનો સૂર છે.
આ મુદ્દે નારાજગી દર્શાવનારા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. ટૂંક સમયમાં જ સરકાર દ્વારા વિદ્યાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવે એવી માંગ માટે ટેટ પાસ ઉમેદવારોના થોડા પ્રતિનિધિઓ શિક્ષણ વિભાગમાં રજુઆત કરવા માટે જતા હતા ત્યારે તેમની અટકાયત કરાઈ હતી.
આ પ્રતિનિધીઓની રજૂઆત છે કે, 2015 માં ટેટ 1 ને ટેટ 2 પાસ કરેલા 15 હજાર કરતા વધું ઉમેદવારોની માર્કશીટની માન્યતા આવતા મહિને 19 ઓક્ટોબર 2020ના રોજ પૂર્ણ થશે. આ પહેલા ભરતી નહીં થાય તો આ ઉમેદવારોએ ફરી આ પરીક્ષા પાસ કરવી પડશે. આ ઉપરાંત 2017માં પણ 47 હજાર જેટલા ઉમેદવારોએ ટેટ પાસ કરી છે. આ તમામ વિદ્યાર્થીઓની માર્કશીટનમી માન્યતા રદ થાય એ પહેલાં ભરતી કરવા તેમમે અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion