શોધખોળ કરો

Gandhinagar: અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા સરકાર સુધારા વિધેયક લાવશે

અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે સરકાર સુધારા વિધેયક લાવશે.  2 મહિના પહેલા જ વિધાનસભામાં સર્વાનુમતે ઈમ્પેક્ટ ફી બિલ પાસ થયું હતું.  

ગાંધીનગર:  અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે સરકાર સુધારા વિધેયક લાવશે.  2 મહિના પહેલા જ વિધાનસભામાં સર્વાનુમતે ઈમ્પેક્ટ ફી બિલ પાસ થયું હતું.  હવે તેમાં સુધારો કરવા સુધારા વિધેયક લવાશે.  ઈમ્પેક્ટ ફી મામલે સરકાર વધારશે 4 મહિનાની મુદત.  ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે અગાઉ સરકારે કરી હતી જાહેરાત. પરંતુ મોળો પ્રતિસાદ મળતા અને ઓછી અરજી આવતા સરકાર મુદત વધારશે. 

આ તરફ કૉંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર કર્યા છે.  કૉંગ્રેસે આ કાયદાને ભાજપ માટે ગૃહ ઉદ્યોગ સમાન ગણાવ્યો છે. કેમ કે, ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓ આના થકી ભ્રષ્ટાચાર કરે છે.

Surat: લકઝરી બસ સંચાલકોની દાદગીરી સામે કુમાર કાનાણીનો લેટર બોંબ, મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ

સુરતમાં લક્ઝરી બસ સંચાલકોની દાદાગીરી સામે કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ સામે આવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સુરત શહેરમાં કતારગામ, વરાછા,પુણા વિસ્તારમાં સરકારી સ્લીપિંગ ST બસ ચાલુ કરવા માંગ કરી છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ થી લાખો લોકો ધંધાર્થે સુરત ખાતે રહે છે, તેઓની વતનમાં અવર-જવર થતી હોય છે,  તેઓને વતનમાં જવા-આવવા માટે પ્રાઇવેટ લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે. પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં પોતાની મનમાની ચલાવી મન પડે તેવા ભાડા વસુલવામા આવે છે, તો લોકોની એવી માંગણી છે, કે પ્રાઇવેટ બસોના રૂટોનો સર્વે કરી તે જ રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઈએ.

લકઝરી બસ સંચાલકો અને કુમાર કાનાણીના અહમમાં મુસાફરો પીસાયા, જાણો કાનાણીએ ભાડામાં કેટલા રૂપિયાના ઘટાડાની કરી માંગ ?

સુરતમાં આજથી એક પણ ખાનગી લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં. તમામ ખાનગી લક્ઝરી બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી જ ઉપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીના વિરોધ બાદ લક્ઝરી બસના માલિકોએ લીધો છે. જેને લઈ સુરતથી આવ-જાવ કરતાં મુસાફરોને 10થી 20 કિમી સુધી ફરીને જવું પડશે. આ પહેલા કુમાર કાનાણીએ પત્ર લખી પોલીસને રજૂઆત કરી હતી કે, સુરતમાં લક્ઝરી બસ સહિતના ભારે વાહનો પ્રવેશતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારબાદ લક્ઝરી બસના 150થી વધુ માલિકોએ બેઠક કરી નિર્ણય કર્યો હતો કે, આજથી તમામ બસ સુરત શહેરની બહારથી જ ઉપડશે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ શું કહ્યું

આજે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું કે, લક્ઝરી બસના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. લક્ઝરી બસ સંચાલકો શું ગોટાળા કરે છે તે મને બધી ખબર છે. હજી તો ટ્રાફિક DCPને પત્ર લખ્યો છે, હવે RTOને પત્ર લખીશ. બસ એસોસિયેશનનો ઈરાદો છે લોકોને હેરાન કરવું. બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રાફિકની સમસ્યા થી છુટકારો મળે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને અપીલ કરું છું કે બસના સમય પહેલા તૈયાર રહે. લોકો હેરાન થઈ રહ્યા છે એ માટે તંત્ર સાથે મળી બી આર ટી એસ શરૂ કરવા સૂચના આપી. છે. બસ સંચાલકોએ  મુસાફરોને વાલક પાટિયા ઊતારવા માટે 200 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે, મેં માત્ર લોકોની માંગણી, લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એજ આશય છે.

ટોપ સ્ટોરી

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો સંકલ્પપત્ર, જાણો શું કર્યા વાયદા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
Embed widget