શોધખોળ કરો
Advertisement
STની હડતાળથી મુસાફરો અટવાયા, ખાનગી વાહનોએ ચલાવી ઉઘાડી લુંટ
ગાંધીનગરઃ આજે એસટી નિગમના કર્મચારીઓએ માસ સીએલ પર જવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ખાનગી વાહનોમાં વધારે ભાડું ચૂકવીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. હડતાળને પગલે ખાનગી વાહનો પણ ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે.
ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ, સ્કૂલ-લગ્ન પ્રસંગમાં જતાં લોકો અટવાયા, જુઓ વીડિયો
મળતી માહિતી પ્રમાણે બુધવારે ગુજરાત રાજ્ય એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. પડતર પ્રશ્નોને લઇને યોજાયેલી બેઠકમાં યોગ્ય નિરાકરણ આવે તે માટે વાતચીત થઇ હતી. સાથે જ ગુરુવારે એસટીના કર્મચારીઓની માસ સીએલને સફળ બનાવવા માટે પણ રણનીતિ ઘડી હતી.
ગુજરાતમાં STની હડતાળઃ કોલેજ-સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ-મુસાફરો ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર અટવાયા, જુઓ વીડિયો
એસટી નિગમના ત્રણેય યુનિયન દ્વારા બુધવારે મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરશે. સાથે સાથે આજ સમયે એસટી બસના પણ પૈડા થંભી જશે. આ નિર્ણયથી એક સાથે 7000 હજાર એસટી બસના પૈડા ગુરુવારથી જ થંભી જશે.
STના કર્મચારીના જણાવ્યા પ્રમાણે અમે સીએમ, ડે.સીમ જેવા પદાધીશો સાથે મળીને અમારા પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કંઇ નિવેડો આવ્યો નથી. એનો મતલબ એ છે કે સરકાર પોતે એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર જાય એવું ઇચ્છે છે. બાકી કામદારો માસ સીએલ ઉપર જવા ન્હોતા માંગતા. પરંતુ વારંવાર છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલનું બ્રહ્માશ્ત્ર આપવું પડ્યું છે.
ગુજરાતમાં STની હડતાળઃ સુરતમાં મુસાફરો અટવાયા, જુઓ કેવો છે માહોલ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement