શોધખોળ કરો
Advertisement
મંગળવારથી ગુજરાતમાં શું શું મળશે છૂટછાટ ? આ અંગેના નિયમો આજે થશે જાહેર
ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. છૂટછાટના નિયમો અંગે આજે જાહેરાત કરાશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે.
ગાંધીનગર: કેંદ્ર સરકાર દ્વારા દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. છૂટછાટના નિયમો અંગે આજે જાહેરાત કરાશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે.
શું શું મળશે છૂટછાટ
- કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ થશે, સ્કૂટર અને રિક્ષા ચાલકોને પણ છૂટછાટ મળશે.
- કન્ટેન્મેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.
- રાજ્ય સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારો માટે એસ.ટી. બસ અને સિટી બસ સેવાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે છૂટ આપશે.
- રાજ્યમાં રિક્ષાચાલકો અને સ્કૂટરચાલકો માટે પણ યોગ્ય છૂટછાટો અપાશે. સોમવારે SOP બન્યા પછી આ અંગે જાહેરાત કરાશે.
- રાજ્ય સરકારે ભીડભાડ ન થાય તે રીતે દૂકાનો, ઓફિસો ચાલુ રાખવા અંગે પણ આ નિયમોમાં છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે.
- રેસ્ટોરન્ટ માટે હોમ ડિલેવરીની છૂટછાટો માટે પણ આવતીકાલે નિયમો ઘડાશે.
- કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં દૂધ, શાકભાજી, દવા, અનાજ-કરિયાણું જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
કયા કયા નિયમોનું કરવું પડશે ફરજિયાત પાલન?
- સાંજે 7 થી સવારે 7 કડક લોકડાઉનના નિયમોનું પાલન કરવાનું રહેશે. જે આજ સુધી થતું આવ્યું છે
- ગુજરાતભરમાં જાહેર સ્થળો પર મૂકવા ઉપર પ્રતિબંધ, જાહેરમાં થુકવા પર 200 રૂપિયાનો દંડ
- રાજ્યભરમાં માસ્ક વગર બહાર નીકળતા લોકોને 200 રૂપિયાનો દંડ ભરવો પડશે
આજે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ 19મેથી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું જાહેરમાં માસ્ક નહીં પહેર્યું હોય તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સિટી બસો ચલાવવાને લઈને આજે જાહેરાત કરાશે. જાહેરમાં થુકવા પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 25 માર્ચથી લોકડાઉન છે. કોરોના વાયરસથી મહામારીને લઈને આજે દેશમાં 31 મે સુધી લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના ચોથા તબક્કામાં મોલ,સ્કૂલ,કોલેજ અને જિમ બંધ રહેશે. આ સાથે જ 31 મે સુધી મેટ્રો અને હવાઈ સેવાઓ પણ બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion